"હવે ભૂલી જાવ બધું"
હું કહું છું કે,
ભુલીજાવ બધું
ક્ષણ ક્ષણ મરવું,
ફરી પાછું જીવવું,
હવે ભૂલી જાવ બધું.
ગણ ગણ કરવું,
ને કોઈક પર મરવું,
જીવન ડગર નું,
કઈક આમ જ ઝરણું,
હવે ભૂલી જાવ બધું,
પલ પલ ગરજવું,
ને પછી કણસવું,
ઝરઝર થઈ જતું,
હૃદય નું કહેવું,
હવે ભૂલી જાવ બધું,
પ્રેમ થી જીવવું,
ને પ્રેમથી મરવું,
પ્રેમથી સર્જાતું
સંબંધ નું બગાડવું,
હવે ભૂલી જાવ બધું,
દુઃખ નું મળવું,
સુખ નું છૂટવું,
ઇતિહાસ સર્જશે,
પીડા નું સહેવું,
હવે ભૂલી જાવ બધું
અંગત નું વહેંચવું,
માંગુ હું હળવું,
હરપળ મળશે,
સખી હૃદય નું વમળું
હવે ભૂલી જાવ બધું.