Vastu For Husband And Wife Relationship
પતિ-પત્નીએ ક્યારેય ન સૂંવું જોઇએ આ દિશામાં, થઇ શકે છે વિવાદ !
ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો તેનો ખરાબ પ્રભાવ ઘરના વિવિધ સભ્યોના જીવન પર અલગ-અલગ પડે છે. પતિ-પત્નીની વચ્ચે તણાવ, ભાઇ-ભાઇ વચ્ચે ઘણા વિવાદ અને ઝગડાનું કારણ વાસ્તુદોષ પણ હોઇ શકે છે. જાણો કઇ દિશા અથવા ખૂણામાં વાસ્તુ દોષ હોવાથી તેનો શું પ્રભાવ હોઇ શકે છે.
1- પતિ-પત્નીએ આગ્ન્ય કોણ (પૂર્વ-પશ્ચિમ)માં ક્યારેય ન સૂવું જોઇએ. જેનાથી મન-મસ્તિષ્કમાં અશાંતિ રહેશે તથા રોજ વિવાદ થવાની સ્થિતિ પણ બની શકે છે.
2- દક્ષિણી નૈઋત્ય (પશ્ચિમ-દક્ષિણ), ઉત્તરી વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) અથવા પશ્ચિમી-નૈઋત્ય (પશ્ચિમ-દક્ષિણ)નું નિર્માણ જો ઠીક ન હોય તો પતિનો સંબંધ અન્ય મહિલાઓ સાથે હોઇઅ શકે છે, જેના કારણે ઘરમાં વાદ-વિવાદની સ્થિતિ બને છે. જો આ દોષને દૂર કરવામાં આવે તો આ સમસ્યાનું પણ નિવારણ આપમેળે જ થઇ જાય છે.
3- પ્લોટનું નિર્માણ કરાવતી સમયે ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ) માં ખાલી સ્થાન અવશ્ય છોડવું તથા નૈઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)ની તુલનામાં વધારે છોડવું તો પતિ-પત્નીની વચ્ચે સામંજસ્ય બની રહે છે.
4- ઘરના મુખ્ય વડીલને ઈશાન કોણ (ઉત્તર-પશ્ચિમ)માં તથા પુત્ર-વહુને નૈઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)માં ન સૂવું જોઇએ. જેનાથી ઘરમાં ક્લેશ થવાની સંભાવના વધી જાય છે.
5- વિવાહિત વ્યક્તિએ ઘરના વાયવ્ય કોણ (ઉત્તર-પશ્ચિમ)માં ન સૂવું જોઇએ, તેનાથી દાંપત્ય જીવનમાં નીરસતા આવી શકે છે.
6- જો ઘરના પશ્ચિમમાં રસોઈ હોય અને દક્ષિણમાં મુખ્ય દ્વાર હોય તો તે ઘરના સભ્યોમાં મતભેદ વધારે થઇ શકે છે.
7- જો ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ)માં રસોઈ અને શૌચાલય હોય તો ઘરમાં સતત વિવાદ થવાની સ્થિતિ બને છે.
8- જો પ્લોટના દક્ષિણમાં ઉત્તરની અપેક્ષા વધારે સ્થાન ખાલી છોડવામાં આવ્યું હોય તો ઘરની મહિલાઓમાં અશાંતિનું વાતાવરણ રહે છે.