મારે આજે તને કંઈક કહેવું છે...
મીઠડા શબ્દ બની, તારા કાન માં વહેવું છે.
આંખોને થાય, ખુલ્લી લટો થી અંતરાય,
હાથના આંગળા વિના કારણ જ ભીસાય.
કરું હું વહાલ, થોડું નજીક પણ આવું,
મારા હોઠોની મુસ્કાનનું, તને કારણ બનાવું.
એક એક ધબકાર જાણે, રટે તારું નામ,
હું બનું રાધા ને તું મારો શ્યામ.''Nidhi''
ઉદાસી લખુ, કે લખું પ્રીતના હું પાના,
શબ્દો અટકે છે,તારી જ હદે છાનામાના.
નથી જરૂર... કોઈ દિવસ હોય ખાસ,
રહે જો હંમેશા ''તું '' મારી જ આસપાસ.