ચાલજે તું હૃદયને આશ્વાસન આપીને
રૂપિયાઓની ગડ્ડિમાં બાંધીશ નહીં,
મુંજાશે કદાચ બહારનું વાતાવરણ જોઈને
તું તારા ધબકારાને બાંધીશ નહીં,
અફસોસ થશે પહાડ પર લોકોને જોઈને
તું તારું એકપણ પગથિયું છોડીશ નહીં,
અચરજ થશે તને દરિદ્રને કાંપતો જોઈને
એને મદદ કરવા સહેજે ગભરાતો નહીં,
નથી આપ્યું તને કાંઇ થશે બીજાનું જોઈને
આ પ્રકૃતિ તારી જ છે તું મુંજાઈશ નહીં,
બસ તું ચાલ્યા કર વિશાળ દરિયો જોઈને
હૃદયને આશ્વાસન આપવાનું ભૂલતો નહીં...