Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Palm Reading Tell Your Future

તમારું કિસ્મત તમારી સાથે છે કે નહીં? એકવાર તમારો હાથ જુઓ

કિસ્મતનો સાથે તમારી સાથે છે કે નહીં તે જાણવું હોય તો જ્યોતિષશાસ્ત્રમાં તેનો જવાબ છે. જ્યોતિષમાં સમુદ્રશાસ્ત્રમાં હાથમાં જ કિસ્મત સાથે છે કે નહીં તેના ઘણા પ્રશ્નોનો જવાબ મળી રહે છે. આપણે અનેક લોકોને જોઈએ છીએ અને ઘણાને કિસ્મતને ધિત્કારતા સાંભળીએ છીએ. કે તેમનું કિસ્મત તેમની સાથે નથી જેને લીધે તેમને આટલા દુઃખ સહન કરવા પડી રહ્યા છે. વાત પણ સાચી છે. જો કિસ્તમ સાથે ન હોય તો દિવસ રાત મહેનત કરનાર વ્યક્તિ પણ પાછળ રહી જાય છે. જ્યારે સામાન્ય મહેનત કરનાર કે તદ્દન મહેનત ન કરનાર વ્યક્તિ પણ પણ એશો આરામની જિંદગી જીવતો હોય છે આ કિસ્મત નથી તો બીજુ શું હોઈ શકે ?

હાથમાં કેટલાક નિશાન દુર્ભાગ્યને દર્શાવે છે તો કેટલાક નિશાન કિસ્મતવાળા હોવાનો ઈશારો આપે છે. આ નિશાન ઘણા પ્રકારના હોય છે. તેમાં જાળ, દ્વિપ, શંખ, પધ્મ, ક્રોસ, ત્રિભુજ બીજા પણ ઘણા પ્રકારના એવા નિશાન હોય છે જે બતાવે છે કે આપની કિસ્મત સાથે છે કે નહીં. આ ચિન્હોમાંથી એકચિન્હ જાળચિન્હ.

જો જાળનો નિશાન ગુરુક્ષેત્ર (ઈન્ડેક્સ ફિંગરની નીચે) બનેલ હોય તો તે વ્યક્તિ અહંકારી હોય છે અને ધર્મ સંબંધિત દુર્ભાગ્ય આવા લોકોની સાથે હોય છે.

આ નિશાન જાળની જેવું દેખાય છે. જાળનું નિશાન હાથમાં જે જગ્યાએ કે પર્વત પર હોય છે, તે પર્વતના સારા પ્રભાવને ઓછો કરી દે છે. આ પ્રકારના નિશાન સફળતાઓમાં પરેશાનીઓ થવાનો ઈશારો કરે છે.

- શુક્ર પર્વત જે અંગુઠાની નીચે રહે છે આ જાળનું નિશાન બનેલ હોય તો દુર્ભાગ્યથી તે વ્યક્તિનો પ્રેમ સંબંધ અસ્થિર રહે છે.

મીડલ ફિંગરના નીચેના ભાગમાં એટલે કે શનિ ક્ષેત્ર પર આવું નિશાન હોય છે તો વ્યક્તિને નિરાશાવાદી અને ભાગ્યહીન બનાવે છે.

રિંગ ફિંગરની નીચે સૂર્ય પર્વત પર જાળનું નિશાન હોય તો તે વ્યક્તિ ખોટું બોલનાર હોય છે. માન-સન્માન પ્રાપ્ત કરવા માટે જુદી-જુદી ખોટા કહાનીઓ બનાવે છે. આ લોકોના કામ અચાનક થતા-થતા બગડી જાય છે.

સૌથી નાની આંગળીની નીચે બુધ ક્ષેત્ર સ્થિત હોય છે અહીં જાળનું નિશાન હોય તો વ્યક્તિનો સ્વભાવ અસ્થિર થાય છે. તે સાચો નિર્ણય લઈ શકતા નથી આ માટે આવા લોકોને ઘણીવાર બદકિસ્મતીનો સામનો કરવો પડે છે.

અંગુઠાની સામે હથેળીની બીજીબાજુ ચંદ્ર ક્ષેત્ર રહે છે અહીં જાળનું નિશાન હોય તો વ્યક્તિ અધીર, અશાંત અને અસંતોષી થાય છે. આવા લોકોને વધારે વ્યર્થ મહેનત જ કરવી પડે છે.

હસ્તરેખા માટે પૂરા હાથને વાંચવું જરૂરી છે, બધી રેખાઓને પોતાનું અલગ મહત્વ હોય છે. બધી રેખાઓ એક-બીજાના લક્ષણને પ્રભાવિત કરે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111339420
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now