મારા પ્રેમનો પહેલો અહેસાસ એટલે.. "તું"
મારા હૈયામાંથી ઊભરાતો હરખ એટલે.. "તું"
મારી લાગણીઓનું વારંવાર થતું ખેંચાણ એટલે.. "તું"
મારા સપનામાં દેખાતો ચહેરો એટલે.. "તું"
મારા મનમાં ટળવળતું એક નામ એટલે.. "તું"
મારા વિચારોમાં વહેતો પ્રવાહ એટલે.. "તું"
મારી આંખોનો ધોધમાર વરસાદ એટલે.. "તું"
મારા શ્વાસમાં આવતી હેડકીનું એક માત્ર કારણ એટલે.. "તું"
મારા હાથેથી લખાતી ગઝલ એટલે.. "તું"
મારા હદયનો અકબંધ ખૂણો એટલે.. "તું"
મારા આરામ માટેનો સ્પર્શ એટલે.. "તું"
મારા ખરા અંતરથી પ્રભુ સાથે કરેલી ગોષ્ઠી એટલે.. "તું"
મારા અસ્તિત્વના વેરવિખેર થયેલા કેટલાંક ટૂકડા એટલે.. "તું"
મારી કમજોરીને તાકાત આપતું ખુબ જ વ્હાલું સ્મિટ એટલે.. "તું"❣