The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નારીઓ માટે કેમ એક જ દિવસ..? ? શક્તિ, સૌન્દર્ય, શ્રદ્ઘા ને શાંતિનું નામ જ છે નારી..! નારી વિશે પણ ઘસાતું બોલશે નારી જ, જ્યારે નારીનું સન્માન નારી જ રાખી નથી શકતી, ત્યારે નારીના સન્માનની ભેંટ પુરુષ પાસેથી માંગવી કેમ ..!? જ્યારે નારી જ નારીને સમજનારી અને સજાવનારી છે, આ સાર્થક થશે ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..! જ્યારે નારી જ નારીની દુ:શ્મનાવટ વૃત્તિ મિટાવી ખભો મિલાવશે, ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..! જ્યારે દીકરીના નામથી તેના માતા-પિતા ઓળખાશે અને દીકરી પર ગર્વ અનુભવશે, ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..! જ્યારે વહુ એ સાસુ સાથે આજ્ઞાકિંત ઢીંગલીની માફક નહીં; પરંતુ પોતાના સ્વતંત્ર વિચારો કહી શકશે, ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..! જ્યારે સાસુ એ દીકરાને તેની ધર્મપત્ની નો સાથ આપતાં રોકશે નહીં, ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..! જ્યારે પતિ એ પત્ની સાથે મૈત્રીપૂર્વક સાજેદારી નિભાવી તેના સપના પુરા કરવાં ખૂલ્લું આકાશ આપશે, ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..! જ્યારે નારી જ તેની જન્મજાત વૃત્તિ પર વિજય પ્રાપ્ત કરશે, ત્યારથી દરરોજ ઉજવાશે નારી દિવસ..! - ધારા દિવ્યેશ જસાણી
તે મને તારા એક અલગ જ વ્યક્તિત્વનો અહેસાસ અપાવ્યો, હું તુરંત પ્રેમ સમજીને તારા પગલાની સાથે ચાલતી થઈ ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! તે તારી મીઠી વાણીથી મારી જાતને ઓગાળવાની કોશિષ કરી, હું તુરંત લાગણી સમજીને તને સમર્પિત થઈ ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! તે મને એક પછી એક આદતો બદલવા કહ્યું, હું તુરંત તારા આંખના ઈશારે સમજતી થઈ ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! તે મને ઘણી વખત પસંદગી કરવાની તક આપી, હું તુરંત તારી ગહેરાઈમાં રહેલા દર્દને સમજી મારા મન,વચન,અને આત્માથી તારો સાથ નિભાવતી થઈ ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! તે મને વારંવાર અગણિત મોંઘી ભેંટ આપી, હું તુરંત તારા પથ્થર હૃદયમાં જીવનસાથીનો સાથ આપતી થઈ ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! તે મારા પ્રેમની ઘણી પરીક્ષાઓ કરી, હું તુરંત તારી નફરત ભરેલી જીંદગીને પ્રેમના રંગોથી રંગીન બનાવતી થઈ ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! તે મને મારા સપનાંઓ ભૂલાવી તારા સપનાંને અપનાવા મજબૂર કરી, હું તુરંત જ ખુશીથી તારા સપનાંને આપણાં માનતી થઈ ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! તે અનેકવાર તારા ગુસ્સાની જવાળાઓ મારા પર વરસાવી, હું તુરંત પ્રેમની વર્ષા કરી તારી ગુસ્સાની જવાળાઓ ઠારતી થઈ ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! તે વારંવાર મારી લાગણીઓની હત્યા કરી, હું તુરંત જ એ આઘાતો પણ હસતાં- હસતાં પીતા સીખી ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! તે ઘણી વખત મારા વિશ્વાસને પણ તોડયો, હું તુરંત જ તૂટેલા વિશ્વાસને ફરીથી સજીવન કરતી થઈ ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! તે મારા પ્રેમને એક રમતનું મેદાન સમજ્યું, છતાંયે હું તારા પર નિ:સ્વાર્થ પ્રેમની ધારા વહાવતી ગઈ. બસ...સવાલ તારી ખુશીનો હતો..! અંતે પરીક્ષા આપવાનો વખત તારા પર આવ્યો, તે તો મને ઉત્તરવહી ખોલવાની માનવતા પણ ના દાખવી.....! 💔 બસ આપણી વાર્તા અધૂરી જ રહી ગઈ...!!💔
મારા પ્રેમનો પહેલો અહેસાસ એટલે.. "તું" મારા હૈયામાંથી ઊભરાતો હરખ એટલે.. "તું" મારી લાગણીઓનું વારંવાર થતું ખેંચાણ એટલે.. "તું" મારા સપનામાં દેખાતો ચહેરો એટલે.. "તું" મારા મનમાં ટળવળતું એક નામ એટલે.. "તું" મારા વિચારોમાં વહેતો પ્રવાહ એટલે.. "તું" મારી આંખોનો ધોધમાર વરસાદ એટલે.. "તું" મારા શ્વાસમાં આવતી હેડકીનું એક માત્ર કારણ એટલે.. "તું" મારા હાથેથી લખાતી ગઝલ એટલે.. "તું" મારા હદયનો અકબંધ ખૂણો એટલે.. "તું" મારા આરામ માટેનો સ્પર્શ એટલે.. "તું" મારા ખરા અંતરથી પ્રભુ સાથે કરેલી ગોષ્ઠી એટલે.. "તું" મારા અસ્તિત્વના વેરવિખેર થયેલા કેટલાંક ટૂકડા એટલે.. "તું" મારી કમજોરીને તાકાત આપતું ખુબ જ વ્હાલું સ્મિટ એટલે.. "તું"❣
ક્યારેક તું મારી સાથે હાથોમાં હાથ પકડીને ચાલ્યો હોત, તો તારાં પ્રેમનાં એક હુંફાળા સ્પર્શથી હું તર-બ-તર થઈ જાત... ક્યારેક તે તારી મનની આંખો ખોલી જોયું હોત, તો મારી આંખોમાં તારાં પ્રેમનો ઘૂંઘવાતો સાગર તને દેખાત... ક્યારેક તે મારી ખામોશીને જાણવાનો પ્રયત્ન કર્યો હોત, તો તારી ખુશીમાં મારાં દર્દને પણ ઓગાળી જતાં જોત... ક્યારેક તે તારાં દિલનાં ખૂણામાં રહેવાની જગ્યા આપી હોત, તો એ દિલના ખૂણાને પણ મારાં પ્રેમનો મહેલ માની લેત... ક્યારેક તે મારી ઈચ્છા - સપનાંને થોડુંક આકાશ આપ્યું હોત, તો તારાં સપનાંને પણ હું મારાં પ્રેમ રંગોથી સાકાર કરી દેત... ક્યારેક મને સવાલોની વર્ષા કરી એ પહેલાં તારા અંતરાત્માને પૂછ્યું હોત, તો હરેક સવાલનાં ઉત્તર તારાં અંતર માંથી જ મળી જાત, ક્યારેક તે મને તારા આલિંગનમાં વીંટાળી દીધી હોત, તો મારાં હૃદય માંથી તારાં નામનો સાદ તને સંભળાત... ક્યારેક તું મારી સાથે દિલથી માધવ થઈને નાચ્યો હોત, તો હું તારી સંગે પ્રેમરાસમાં રંગાઈ જાત...❤ ક્યારેક તે મને સાથ આપવા કરેલો વાયદો યાદ રાખ્યો હોત, તો મારી નાવ ત્યારે મધ દરિયે ડૂબી ના જાત...❣
મને ગમે છે રાતલડી, કારણકે, તારી છબી સામે આવેને ભવોભવનાં સંબંધ હોય એમાં તર-બ-તર થાવું ગમે છે.... મને ગમે છે રાતલડી, કારણકે, તારી યાદોથી દૂર જવાનો એમાં ભય નથી... મને ગમે છે રાતલડી, કારણકે, એમાં હું તારી સાથે અઢળક વાતો કરી શકું.... મને ગમે છે રાતલડી, કારણકે, તારાં હૃદયનાં ધબકારાને છેલ્લી સલામી આપી શકું.... મને ગમે છે રાતલડી, કારણકે, હું તારી છબીનું અવિરત પણે રસપાન કરી શકું.... મને ગમે છે રાતલડી, કારણકે, તારી યાદોથી હું મારી કલમ ચલાવી શકું......!🖊
તું સાથે નથી પણ હું તો સપનાંમાં તારાં દર્શન કરીને... ખુશ છું...! તું સાથે નથી પણ તારું નામ એકડાંની જેમ ઘુંટીને... ખુશ છું...! તું સાથે નથી પણ તારાં નિર્ણયને માન આપીને... ખુશ છું...! તું સાથે નથી પણ તારાં માટે પ્રેમની કવિતા લખીને... ખુશ છું...! તું સાથે નથી પણ તારી ખુશીને દિલથી શુભેચ્છા પાઠવીને... ખુશ છું...! તું સાથે નથી પણ તારી યાદો સાથે સમય પસાર કરીને... ખુશ છું...! તું સાથે નથી પણ હું તો તને ખુશ જોઈને... ખુશ છું...!
તમારાં ઘરની વહુ એક લક્ષ્મી રૂપે ઘરમાં આવી હોય છે, તો એને કંપનીનાં એમપ્લોયરની માફક રોજ-રોજ એક પરીક્ષા આપી સાબિત કરવાનું કે એ તમારાં ઘરને લાયક છે કે નહીં....!? લગ્નસંબંધ એ કોઈ શાસ્ત્ર નથી, પ્રેમનાં પ્રકરણો નથી, સ્નેહનાં પાઠ નથી,લાગણીનાં કાયદા નથી, ને ઉમળકાનાં નિયમો નથી...! લગ્નસંબંધ તો સાત્વિક હદયની સંવેદનાઓથી જ જીવંત રહે છે...!❤️
સંબંધમાં ખાટો -મીઠો ઝઘડો એક - બે કલાક સુધી ચાલતો હોય એ બરાબર છે પરંતુ કોઈ પણ એક વ્યક્તિ દિવસો સુધી ન બોલે...! , ને સામેનું પાત્ર ગમે તેટલી વાતો કરે, પ્રશ્નો કરે, વિવાદ કરે, કેટલીય વિનવણી કરે, એનો વાંક હોય તો પણ અનેક વાર માંફી માંગે, મનાવવાનાં લાખો પ્રયત્ન કરે, ત્યારે એ વ્યક્તિનો જો મૂડ હોય તો માફ કરે બાકી પોતે ભીંત હોય એમ સામેની વ્યક્તિની બધી જ વાતો પ્રત્યે નિરુત્તર રહે આ અહંકારી વ્યક્તિનું વર્તન એક 'સ્ટોનવૉલિંગ' ગણી શકાય... 'સ્ટોનવૉલિંગ' ને અહંકારી વ્યક્તિ પોતાની પાવર -ગેમ માની જાણી જોઈને ચૂપકીદીપણું રાખે છે ત્યારે એ સંબંધની સમસ્યા ઉકેલની બધી જ શક્યતાઓ ખલાસ કરી સંબંધને ભસ્મ કરી નાખે છે... એથી... શ્રેષ્ઠ સંબંધોમાં જો લાગણીને શબ્દોમાં ન મૂકીએ તો એનાં અર્થ બદલાઈ જવાની પૂરેપૂરી શક્યતા હોય છે...
એકબીજાથી છુટાં પડ્યા, એ પરિણામથી જેટલી તકલીફ નથી થતી એનાં કરતાં વધારે તકલીફ છૂટા પડવાની પ્રક્રિયાથી થતી હોય છે.... કોઈપણ સંબંધને કાયમને માટે પૂરો કરી દેવાનો નિર્ણય જે વ્યક્તિ લે છે, તે વ્યક્તિ માટે એ "ત્યાગ" છે અને જે વ્યક્તિ આ ચૂકાદો સાંભળે છે, એનાં માટે "હાર્ટબ્રેક"💔
નારી નાં વ્યક્તિત્વને સન્માનની નજર આપી તો જો, એ તારી પર પ્રેમની વર્ષા કરી દેશે... નારી ને તારી પ્રેમ દ્રષ્ટિ થી વાંચી તો જો, તારાં માટે રાધા બનીને નાચી ઉઠશે... નારી ને મીઠાં બે વેણથી સાદ પાડી તો જો, તને ડબ્બલ થઈને પાછું વાળી જ આપશે... નારી ને ચપટી પ્રેમ આપી તો જો, તારાં પર સ્નેહનો મહાસાગર વહાવી દેશે... નારી નો હાથ પ્રેમથી પકડીને તો જો, તારી સુખ-દુ:ખની જીવનસંગિની બની જશે... નારી ને એક હૂંફાળું આલિંગન આપી તો જો, તારાં માટે ઈશ્વર સાથે પણ એ લડી લેશે... નારી પર તારું સર્વસ્વ સોંપીને તો જો, તારાં પથ્થર રૂપી મકાનમાં પોતાનાં શ્વાસ અર્પી મહેકતું ઘર બનાવી દેશે... નારી ની ઈચ્છાને થોડું આકાશ આપી તો જો, તારો ખભેખભો મિલાવી તને જ સહાયરૂપ બનશે... નારી નો મિત્ર રૂપે સાથ આપી તો જો, તારાં અંધકારમાં હિમ્મત દેખાડી ખડાં પગે ઊભી રહેશે... નારી નાં સપનાંને જાણી તો જો, તારાં સપનાંને પણ એ તેનાં કરી લેશે.. નારીની વાતને ધ્યાનથી સાંભળી તો જો, તારાં ગુસ્સોને પણ એ મધ જાણી પી લેશે.. નારીની બાહુબલી કરતાં પણ વધારે શક્તિ જાણી તો જો, તારાં દર્દમાં એ પોતાની હૂંફ આપી દેશે... નારીની કૂખેથી જ આ દુનિયામાં જન્મ લીધો છે..., તો મનનો અહંકાર છોડી નારીની લાગણી સમજી તો જો....!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser