Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક અજાણી વ્યક્તિ
     
        રેશ્મા પોતાના લગ્ન પછી નાના શહેરમાંથી મોટા શહેરમાં હમણાં જ  આવી હતી એના પતિ જ્યારે પણ ઓફિસે જવા માટે નીકળે એટલે એ રેશ્મા ને પણ સાથે લઈ જાય અને બાજુના મંદિર પર છોડી દે રેશ્મા પણ ત્યાં દર્શન કરી ચાલી ને ઘરે જતી રહે. રોજનો એ બંનેનું નિત્યક્રમ જ્ જાણે બની ગયો. થોડા દિવસ પછી રેશ્મા ને એવું મહેસુસ થાય છે એ કોઇ એક અજાણી વ્યક્તિ રોજ તેને નીરખી નીરખીને જુએ છે એ વાત તરફ ધ્યાન નથી આપતી પરંતુ હવે પછીના દિવસોમાં એ જ અનુભવે છે કે આ રોજનું થાય છે ત્યારે થોડું તેને અજુગતું લાગે છે કારણ કે એ જ અજાણી વ્યક્તિ છે  એ ઉંમરમાં પણ ઘણી મોટી ઉંમરના હતા હવે રેશ્મા ને ડર લાગવા માંડે છે કે આ અજાણી વ્યક્તિ રોજ તેને આવી રીતે નીરખીને શા માટે જુએ છે એ વિચારે છે કે આજે એના પતિને આ વાત કરી દે પરંતુ એને થાય છે કે આ અજાણી વ્યક્તિ એને કોઈ નુકસાન પહોંચાડતો નથી તો શા માટે એની ખોટી ફરિયાદ કરવી રેશ્મા ખૂબ સમજદાર હોય છે ક્યારેક તો એ જોવે છે ઘણી બધી સ્ત્રીઓ હોવા છતાં પણ એ મોટી ઉંમરની વ્યક્તિ માત્ર તેને જ જુએ છે હવે રેશ્માં ને ખૂબ જ ગુસ્સો આવે છે એ વ્યક્તિ પર .અને ઘણી વખત જ્યારે સાંજે પણ એ સત્સંગમાં જાય છે ત્યારે પણ પેલી અજાણી વ્યક્તિ સતત તેની સામું જુએ છે પણ થોડા દિવસ પછી બને છે એવું કે રેશ્મા જ્યારે મંદિરે ચાલીને જતી હોય છે ત્યારે એ બુઝુર્ગ વ્યક્તિ છે એની વસ્તુ છે એના હાથમાંથી પડી જાય છે અને એ વાતથી અજાણ હોય છે કે આપેલી જ અજાણી વ્યક્તિ છે અને એ વસ્તુ ઉપાડી ને એના હાથમાં આપે છે ત્યારે પેલી અજાણી વ્યક્તિ તેનો આભાર વ્યક્ત કરતા તેની સામે જુએ છે અને રેશ્મા જુએ છે કે એ વ્યક્તિની આંખો ના ખૂણા ભીના થઇ ગયા છે અને જ્યારે રેશ્મા જવાની તૈયારી કરે છે ત્યાંથી ત્યારે પેલી વ્યક્તિ એને કહે છે કે ઉભી રે દીકરી હું થોડા સમયથી તને જ્યારે પણ અહીંયા મંદિરમાં જોઉં છું ત્યારે મારે તારી ઉમરની જ એક દીકરી હતી એ યાદ આવે છે જે હવે આ દુનિયામાં નથી જ્યારે પણ તને જોઉં છું ત્યારે એ મારા આસપાસ હોય છે એવું મહેસુસ થાય છે મને માફ કરજે .તને ખોટું લાગ્યું હોય તો પણ હું તને જોઉં છું અને મને મારી દીકરી દેખાય છે ત્યારે રેશ્મા ને ખૂબ જ પસ્તાવો થાય છે પોતાના વિચારો પર કે એ કેવું ધારતી હતી અને આ અજાણી વ્યક્તિ છે એ એમના માટે કેવું  વિચારતા હતા.
(સમાજમાં મોટા ભાગના વ્યક્તિઓ કોઈપણ નિર્ણય વગર વિચાર્યે જલઇલે છે ઘણી વખત આપણે જેવું વિચારતા હોય એવું સામે વાળો વ્યક્તિ ન પણ હોય)

Gujarati Story by Bindu : 111339166
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now