દીવા ગયાને ફલેસ લાઈટ આવી.
ઘડિયાલ ગયાને મોબાઈલ આવ્યા.
બાળપણની રમતો ગઈને ઓનલાઈન ગેમ્સો આવી.
કુદરતી મજા છીનવી લીધી મોબાઈલે.
લોકોના રસ્તા પૂછવાના થયા બંધ,
આવ્યા મોબાઈલમાં મેપ્સ.
તાળીઓ પાડવાની થઈ બંધ,
લોકો ચાલું કરે ફલેસ લાઈટ ,
આપે રીસ્પોન્સ.
મેળાવડા ગયાને વિડીયોકોલ કરી કરે વાતો.
મોબાઈલે માણસના અંગૂઠાને ગીરવી રાખ્યો છે.
માનવીને એકલતામાં વાતો માટે માનવીની કયાં જરૂર પડે?
મોબાઈલમાં ગૂગલ આસિસ્ટન્ટ એપ્સ આવી.
માનવીને માનવી માટે મળતો નથી સમય,
કારણ છે? માનવીને મળયો છે મોબાઈલ.