નારી નાં વ્યક્તિત્વને સન્માનની નજર આપી તો જો,
એ તારી પર પ્રેમની વર્ષા કરી દેશે...
નારી ને તારી પ્રેમ દ્રષ્ટિ થી વાંચી તો જો,
તારાં માટે રાધા બનીને નાચી ઉઠશે...
નારી ને મીઠાં બે વેણથી સાદ પાડી તો જો,
તને ડબ્બલ થઈને પાછું વાળી જ આપશે...
નારી ને ચપટી પ્રેમ આપી તો જો,
તારાં પર સ્નેહનો મહાસાગર વહાવી દેશે...
નારી નો હાથ પ્રેમથી પકડીને તો જો,
તારી સુખ-દુ:ખની જીવનસંગિની બની જશે...
નારી ને એક હૂંફાળું આલિંગન આપી તો જો,
તારાં માટે ઈશ્વર સાથે પણ એ લડી લેશે...
નારી પર તારું સર્વસ્વ સોંપીને તો જો,
તારાં પથ્થર રૂપી મકાનમાં પોતાનાં શ્વાસ અર્પી મહેકતું ઘર બનાવી દેશે...
નારી ની ઈચ્છાને થોડું આકાશ આપી તો જો,
તારો ખભેખભો મિલાવી તને જ સહાયરૂપ બનશે...
નારી નો મિત્ર રૂપે સાથ આપી તો જો,
તારાં અંધકારમાં હિમ્મત દેખાડી ખડાં પગે ઊભી રહેશે...
નારી નાં સપનાંને જાણી તો જો,
તારાં સપનાંને પણ એ તેનાં કરી લેશે..
નારીની વાતને ધ્યાનથી સાંભળી તો જો,
તારાં ગુસ્સોને પણ એ મધ જાણી પી લેશે..
નારીની બાહુબલી કરતાં પણ વધારે શક્તિ જાણી તો જો,
તારાં દર્દમાં એ પોતાની હૂંફ આપી દેશે...
નારીની કૂખેથી જ આ દુનિયામાં જન્મ લીધો છે...,
તો મનનો અહંકાર છોડી નારીની લાગણી સમજી તો જો....!