Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ 3 રાશિ પરથી શનિનો પ્રકોપ થશે દૂર, ધન રાશિમાંથી મકર રાશિમાં કરશે ગોચર

નવુ વર્ષ શરૂ થતા જ અનેક લોકોને તેમના ઘણી આશા હોય છે. જે વસ્તુ આગલા વર્ષમાં ન મળી તે હવે નવા વર્ષમાં મળી શકે છે. પરંતુ આ દરેક જ્યોતિષ ગણના અને ગ્રહોની ચાલ પર નિર્ભર કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું વિશેષ મહત્વ હોય છે. જ્યારે એક ગ્રહ એક રાશિને છોડીને અન્ય રાશિમાં સ્થાન પરિવર્તન કરે છે તો તેનો અસર દરેક રાશિઓ પર પડે છે.

વર્ષ 2020માં અનેક ગ્રહોની સ્થિતિમાં ફેરબદલ થવાની છે. વર્ષ 2020ના શરૂઆતના દિવસોમાં શનિ તેની રાશિ બદલશે. શનિ જાન્યુઆરી 2020 ધન રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનથી આ વર્ષે કઇ રાશિ પર શનિની અશુભ અસર દૂર થશે અને કોની પર શનિનો પ્રકોપ રહેશે આવો જાણીએ.

વૃષભ રાશિ

શનિના મકર રાશિમાં જવાથી આ રાશિથી શનિની ઢૈયાની અસર બિલકુલ ખતમ થઇ જશે.

કન્યા રાશિ

આ રાશિ પરથી શનિની ઢૈય્યા સમાપ્ત થઇ જશે. આ કારણથી તમામ પ્રકારની સમસ્યાથી તેમણે રાહત મળી જશે.

વૃશ્વિક રાશિ

શનિના મકર રાશિમાં જવાથી વૃશ્વિર રાશિ પર હવે શનિની ટેઢી નજર નહીં રહે. વર્ષ 2020માં તેમણે અનેક સુખદ સમાચાર મળશે.

ધન રાશિ

શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે. વર્ષ 2020માં શનિ ધન રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. એવામાં ધન રાશિના લોકો બીજી તબક્કામાં સાડાસાતી ખતમ થઇ જશે અને ત્રીજા તબક્કામાં સાડાસાતી એટલે ઉતરતી સાડાસાતીનો આરંભ થઇ જશે. તેનાથી ધન રાશિના લોકોની પહેલા કરતા મુશ્કેલીઓ ઓછી થશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111318464
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now