Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાસ્તુ અનુસાર જાણો કયા દિવસે કરવું જોઈએ કયું કામ, દૂર થશે બાધા

ઘણીવાર એવું થાય છે કે અનેક પ્રયત્નો છતાં પણ આપણા કાર્યો પૂર્ણ થતા નથી. લગ્ન, કારર્કિદી સંબંધિત મહત્વના કામ ખરાબ થઈ જવાથી જીવન પર તેની અસર થાય છે. સતત મળતી નિષ્ફળતા વ્યક્તિને ડિપ્રેશનનો ભોગ બનાવે છે. તેવામાં જો કોઈપણ કામ શુભ દિવસ અને સમયને અનુરૂપ કરવામાં આવે તો આ સમસ્યા હળવી થઈ શકે છે. તો ચાલો આજે જાણો કે સપ્તાહના કયા દિવસે કયું કામ કરવું જોઈએ.

સોમવાર

સાજ,શણગારનો સામાન લેવો હોય તો આ કામ માટે સોમવાર ઉત્તમ વાર છે. સોમવારે ઘરમાં ઉપયોગી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો.

મંગળવાર

કોઈપણ નવા કામ જેવા કે વેપાર, નોકરી, સેનામાં ભરતી જેવા કામ મંગળવારે કરવા. આ દિવસે આ કામો માટે શુભ હશે. હથિયાર અથવા શસ્ત્રો સંબંધિત કામ માટે આ દિવસ શુભ છે.

બુધવાર

દિલની વાત પ્રિયજનને શેર કરવી હોય તો બુધવારનો દિવસ શુભ રહેશે. લગ્નની વાત નક્કી થતા થતા અટકી જતી હોય તો બુધવારના દિવસે આ વાત આગળ વધારો.

ગુરુવાર

અભ્યાસ સંબંધિત વસ્તુઓ લેવી, કોચિંગ સેન્ટરમાં એડમિશન જેવા કામ કરવા માટે આ દિવસ ઉત્તમ ગણાય છે.

શુક્રવાર

ગીત, સંગીત કે અન્ય મનોરંજન સંબંધિત કાર્યો માટે શુક્રવાર શુભ દિવસ છે.

શનિવાર

નવા ઘરમાં શિફ્ટ થવું હોય તો શનિવારનો દિવસ પસંદ કરવો. લોકોનું માનવું હોય છે કે શનિવારે ગૃહ પ્રવેશ ન કરવો જોઈએ. પરંતુ ખરેખર તો આ કામ માટે શનિવાર જ ઉત્તમ દિવસ છે.

રવિવાર

ઘરમાં પૂજા કાર્યોનું આયોજન કરવાનું હોય તો આ દિવસની પસંદ કરવો. કોઈ સાથે મુલાકાત કરવા માટે પણ આ દિવસ યોગ્ય રહે છે. રવિવારએ મિલન મુલાકાતથી મિત્રતા ગાઢ બને છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111306735
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now