Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફર-૫
ભાગ -૫
સમય ને સમય નું ચક્ર ફરી ફરીને પહોંચ્યું લાભશંકરજી ફૂવા થી દર્શી સુધી.દર્શી જુઆનને મળવા ને વાત કરવા ખૂબ જ ઉતાવળી થઈ .સાંજ પડતા પડતા કેટલીય વાર તેણી એ ફોન જોયો કે ક્યાંકથી જુઆન નો ફોન આવે છે..।પછી મનમાંને મનમાં બોલી ઉઠે કે તારો નંબર એની પાસે ક્યાંથી હોય કે તે તને ફોન કરે??આમ સમય ને જાણે જલ્દી પસાર થવા કહેતી હોય તેમ ઘડિયાળ જોયા કરતી.સાંજ પડી જલ્દી બહાર નીકળી ગઈ ને જયાં જુઆન મળ્યો હતો ત્યાં આવી ઉભી પણ અહીં તો જુઆન નહી પણ તેની ગાડી ત્યાં હતી.ડ્રાયવરે આવી કહ્યું કે ,”દાદી એતમને લેવા મોકલ્યો છે.જુઆનસાહેબને દવાખાને લઈ ગયા છીએ ને તમને ત્યાં બોલાવે છે.”
દર્શી ને ધ્રાસ્કો પડ્યો શું થયું હશે,કેમ ભગવાન મારી જ કસોટી કરે છે?દૂર દૂર સુધી પણ ન કલ્પે એવા સમાચાર! તે ગાડીમાં બેઠી.દવાખાને પહોંચતા પહોંચતા તો એ એસી ગાડીમાં પણ પસીને નાહી રહી હતી.દાદી અંજુબેન જાણે એની જ રાહ જોઈ રહ્યા હતા.તેઓ દર્શીને ડોક્ટર પાસે લઈ ગયા.ડોક્ટરે દર્શી ને સમજાવી કે જુઆન આલ્કોહોલિક છે,એણે અચાનક જ બધુ બંધ કર્યુ છે તેથી તે નર્વશ બ્રેકડાઉન થી પીડાય છે,તેથી તે મનથી મજબૂત છે છતા શારિરીક તકલીફ માં મૂકાયો છે.
દાદીનો ડર હકીકત બની ગયો.એ પણ એવી કે તે જાણી દાદીને દર્શી ખૂબજ ચિંતિત થઈ ગયા છે.દર્શી જુઆન સામે ગઈ તો જુઆન તેની સામે જોઈ બે હાથ જોડી ને હસ્યો અને દર્શી જાણે કે મિણબત્તીની જેમ અંદરથી ઓગળી ગઈ.તેણે દાદીની મર્યાદા રાખી જુઆન તરફ એક નાનું પણ ફિક્કું હાસ્ય કર્યુ.દોસ્તી ભલે કોલેજકાળની હતી પણ ઘનિષ્ટતા ફક્ત થોડા જ કલાકોની હતી.આ કલાકોએ દર્શી ને જુઆનને મિત્ર કે તેથી વધુ સંબંધોથી બાંધવાની કોશિશ કરી સમય ફરી રમત શરૂ કરી ચૂક્યો છે.એ આત્મસાત થતા દર્શી ચુપ હતી તેથી પણ વધુ ચુપ થઈ ગઈ.
જુઆન મનથી મજબૂત હતો,ડોક્ટરને પૂરેપૂરો સહકાર આપતો હતો.તેને તો આમાંથી નીકળવું હતું .
લાંબી *સફર*કાપવી હતી.જો દર્શીનો સાથ મળે તો.!લાભશંકરફૂવા તો સોહના ઘરે પહોંચ્યા ,તેના પિતાને વાતથી વાકેફ કર્યા ને અંજુદાદી ને મળવા આગ્રહ રાખ્યો.તેઓએ દર્શીની મરજી પૂછીને જરૂર મળીશું નું વચન આપ્યું .સોહના પિતા સાથે દર્શીના માતાપિતાને ત્યાં પણ તેઓ જઈ મળી આવ્યા.દર્શીના માતાપિતા સમજી ગયા કે આજકાલ દર્શીનું અનિયમિતપણું શાને કારણે છે.શ્રીહરિ રાખશે ને કરશે તે મંજૂર કહિ તેઓ એ મનોમન દર્શીને આશિષ આપી.દર્શી જુઆનને બાય કહી નીકળીને દાદીને આશ્વાસન આપી બોલી,”દાદી હિમ્મત રાખજો,જુઆન જરૂર ઊભો થઈ એની જીંદગીની *સફર*ને કાપશે ને તમને પણ પૌત્રનું આત્મસુખ આપશે.”જુઆનના ડાક્ટરની સલાહથી એક સારા રીહેબમાં તેને પંદરથી વીસ દિવસ દાખલ કરવામાં આવ્યો.ત્યાં જુઆને જોયું કે અનેક પુરૂષો ને સ્ત્રીઓ અને બાળકો આ કે બીજી અનેક બુરી આદતોના શિકાર હોય છેને જીંદગી ને બરબાદ કરે છે.મનોબળના મજબૂત ન હોય તો વારંવાર તે ભૂલ કરી કુંટુંબીઓને દુખી કરે છે.અહી જુઆનની જીંદગીએ નવો વળાંક લેવાની શરૂઆત કરી.
દર્શી એક રવિવારે જુઆનને મળવા આવી ત્યારે તેણે તેણીને એક દસ વર્ષનો બાળક બતાવી કહ્યું ,”આણે શું કર્મો કર્યા હશે કે તે અહીંયા છે?દર્શી તે બાળકને જોઈ ને વિચારમાં પડી ખરેખર ...શું કર્મો કર્યા હશે? તેણે જુઆનને કહ્યું કે તું તપાસતો કરી રાખ કે તેના માતાપિતા કોણ છે..?તેને અહીં કેમ લાવવામાં આવ્યો છે?

(ક્રમશ:)
જયશ્રી પટેલ
૧/૧૨/૧૯

Gujarati Story by Jayshree Patel : 111299244
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now