મારી આંખો તારા વિરહમાં રૂએ એવું તો કંઈ ચાલે?
અને તુએ સપનામાં ઝૂરે એવું તો કંઈ ચાલે?
હો ભલે દુઃખોના પહાડ જીવનમાં એ તો રેવાનાં,
ત્રાથી મૃગલીની આંખો આંશુ સારે એવું તો કંઈ ચાલે?
પરિશ્રમને અંતે મળે સફળતા એ નક્કી છે,
નરસિંહનો વંશ થઈ ધીરજ તારી ખૂટે એવું તો કંઈ ચાલે?
ઈશ્વર સેલિબ્રિટી છે અને હું એમાં માનું છું,
તો પછી સેલિબ્રિટી રાહ ન જોવડાવે એવું તો કંઈ ચાલે?
અધીરો છે ઈશ્વર તને બધુંયે આપવા સારું,
તું ચમચી લઈને આવે દરિયો માંગવાને એવું તો કંઈ ચાલે?
જિંદગીની પરિક્ષા ને પરીક્ષાની જિંદગી છે,
લોકોએ મારેલી પીનોથી હિંમત તું હારે એવું તો કંઈ ચાલે?
- નિશાન