Quotes by નિશાન પટેલ સ્વાગત in Bitesapp read free

નિશાન પટેલ સ્વાગત

નિશાન પટેલ સ્વાગત

@patelnishan3973


આમ બીજાની મરજી મુજબ જીવવાનું
મને માફક નથી આવ્યું
આ રીતે જેમ તેમ જિંદગી પસાર કરવાનું
મને માફક નથી આવ્યું.

થઈ સવાર ધૂંધળી ને રાત પારજાંબલી બપોર
આ ધુમાળામાં એ. સી. માં સૂવાનું
મને માફક નથી આવ્યું.

હવે બાંધતા જાય છે સંબંધી સ્વાર્થના રોજ
બાળપણના એ નિખાલસ મિત્રોને છોડવાનું
મને માફક નથી આવ્યું.

આવી રહી છે પાનખર હર ઋતુમાં હવે
આ વસંતમાં ફૂલો તોડવાનું
મને માફક નથી આવ્યું.

હવે તો ખોવાયા છે આકાશમાં તારા પણ
આ શહેરની ઝગમગાટમાં અંજાવાનું
મને માફક નથી આવ્યું.

જિંદગીના અનુભવે જાણ્યું કે સમય બળવાન છે
દરેક વખત પથ્થરને પાટું મારી પેદા કરવાનું
મને માફક નથી આવ્યું.


ખખડભૂસ થવાની અણી પર છે સૌ દીવાલો
કોઈ લાચાર આંતરડી કકડવાનું
મને માફક નથી આવ્યું.

તું નથી ચાંદ કે નથી કોઈ મલિકા તેમ છતાં
સિવાય તારા કોઈને મહેબૂબા કહેવાનું
મને માફક નથી આવ્યું.

આમતો કરુંછું વંદન સૌ મોટેરાઓને જગમાં
તારા સિવાય બીજે માથું ટેકાવવાનું
મને માફક નથી આવ્યું.

તારું જ ધાર્યું થાય છે પ્રભુ જીવન માં
મારું ધાર્યું કરવાનું
મને માફક નથી આવ્યું.
- નિશાન

Read More

દુનિયા દુઃખમાં ઠેકડી ઉડડતા પૂછે છે કેવું છે?
હું પણ તરડાયેલા સાદે બોલ્યો મજામાં એવું છે.

કરે પરિક્ષા પ્રભુ મારા ધીરજની હરરોજ,
આ વખતની શ્રદ્ધાથી એ પણ ગેગે ફેફે થાય એવું છે.

લોકો મજાક ઉડાવે ફકીરની અર્ધનગ્ન હાલત જોઈને,
એના નિજાનંદથી અજાણ એ પોતે બને ડફોળ એવું છે.

મહેનત છતાં બેકાર લાચાર બની છે જિંદગી,
તેને લીધે ઘરનું વાતાવરણ પણ હવે ધુમ્મસ જેવું છે.

ક્યાં કહું છું કે છે ચહેરો તારો ચાંદ સમો,
એ તો બસ ફૂલ પરના ઝાકળના નાના બિંદુ જેવું છે.

હવે કંઇક લાગવગ ચલાવ પ્રભુ મારી માટે,
આ દુનિયામાં હવે ફક્ત તારું ધાર્યું થાય એવું છે.
- નિશાન

Read More

મારી આંખો તારા વિરહમાં રૂએ એવું તો કંઈ ચાલે?
અને તુએ સપનામાં ઝૂરે એવું તો કંઈ ચાલે?

હો ભલે દુઃખોના પહાડ જીવનમાં એ તો રેવાનાં,
ત્રાથી મૃગલીની આંખો આંશુ સારે એવું તો કંઈ ચાલે?

પરિશ્રમને અંતે મળે સફળતા એ નક્કી છે,
નરસિંહનો વંશ થઈ ધીરજ તારી ખૂટે એવું તો કંઈ ચાલે?

ઈશ્વર સેલિબ્રિટી છે અને હું એમાં માનું છું,
તો પછી સેલિબ્રિટી રાહ ન જોવડાવે એવું તો કંઈ ચાલે?

અધીરો છે ઈશ્વર તને બધુંયે આપવા સારું,
તું ચમચી લઈને આવે દરિયો માંગવાને એવું તો કંઈ ચાલે?

જિંદગીની પરિક્ષા ને પરીક્ષાની જિંદગી છે,
લોકોએ મારેલી પીનોથી હિંમત તું હારે એવું તો કંઈ ચાલે?
- નિશાન

Read More

મારી આંખો જુએ છે તારી આંખોને એ
એનો અધિકાર છે,
જરા અમથું ધ્યાન ના આપે એને તું
એ તારો અધિકાર છે.

ભરું ફિલ્ડિંગ તારી પાછળ
એ મારો અધિકાર છે,
ના પાડી પાણી ફેરવે તું
એ તારો અધિકાર છે.

તારી એક સ્માઈલ થી ઘણું બધુ સમજું હું,
પણ મને એ રીતે જરાય ન સમજે તું
એ તારો અધિકાર છે.

મારે તો રોજ જોઈએ વસંત જીવનમાં,
પણ એને માટે વર્ષા અને પાનખર લાવે પ્રભુ
એ એનો અધિકાર છે.

આશા વિનાતો ક્યાંથી થાય કામ કોઈ હિસાબે,
એ યાદ રાખવું કે ફળ પર તારો જ અધિકાર છે પ્રભુ
એ મારો અધિકાર છે.

બાળકોના ટ્રસ્ટી બનીને રહો માલિક બની નહિ,
થોડું એમની જીદ મુજબ એમને જીવવું
એ એનો અધિકાર છે.
- નિશાન

Read More

સ્વયંવર એટલે કન્યા પોતે વર પસંદ કરે તે માટે નો સમારંભ.

પણ...
માં સીતાના સ્વયંવર નો વિચાર કરી એ તો,
શિવ ધનુષની પણછ ચડાવવાની શરત રાજા જનકની હતી.
અને જો કદાચ રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરી ધનુષની પણછ ચડાવી હોત તો માં સીતા પિતાની શરતનું માન રાખવા રાવણને વર્યા હોત? કે રાવણને ઠુકરાવીને સ્વયંવર નો અર્થ સાચવ્યો હોત?

Read More

અમે એમને સોનાની જેમ સાચવીને પકડ્યા હતા,

પણ તેઓ રેતીના નીકળ્યાં કે બંધ મુઠ્ઠી માંથી સરકી પડ્યા.
- નિશાન

સંસાર કેરી મહામારીને આનંદ ભેર મળીએ,
ચાલ હળીયા દોટું બંધ કરીએ.

જીવન કેરા રસ્તા સુવાળા થાય એવા કામ કરીએ,
ઈર્ષા સાટે ખોદેલા ખાડા પુરીએ,
ચાલ હળીયા દોટું બંધ કરીએ.

આપણી પ્રગતિ માટે બીજાની અવનતિ ન ઇચ્છીએ,
ટાંટિયા ખેચવાને બદલે સહકારનો હાથ મિલાવી એ.
ચાલ હળીયા દોટું બંધ કરીએ.

ઝરણું, નદી, હું, તું અને નાવ,
આવ ભવસાગર તરિયે.
ચાલ હળીયા દોટું બંધ કરીએ.
- નિશાન

Read More

છાલ, છોતરાં, કાચલા, ટોપરા, પાણી...,
એક સાથે હોય એવા, બહારથી કઠોર અંદરથી શ્રીફળ જેવા રસદાર,
સરદાર.
- નિશાન

વિભક્ત કુટુંબમાં જન્મેલા એક ને એક બાળક ને નિબંધ લખવાનો આવ્યો.
' મારું કુટુંબ'
- નિશાન

સમય કોઈનો હોતો નથી,
સમય સમયનો હોય છે.

સાપેક્ષવાદ ને અનુસરતો કોઈનો સારો કોઈનો ખરાબ હોય છે.
- નિશાન