હૈયું કદી આમ કોઈ આગળ ઠાલવ્યુ નહીં,
ને લાગ્યું બધાંને એમ; મને જીવતાં આવડ્યું જ નહીં.
નથી છેક એવું પણ કે હાથ જાલનાર કોઈ મળ્યું નહીં;
જતું રહેશે તરછોડી; એ બીકે મન કશે ઠર્યું નહીં.
હસવાના મોકા આપ્યા છે માનું છું જીદંગી,
પણ ઘા આપવામાંય તે કંઈ બાકી રાખ્યું નહીં.