ચાલ જિંદગી તને જીવતા શીખવું..
એકલતા મૂકી તને ભળતા શીખવું..
જવાબદારી નો ભાર દૂર કર...
મિત્રો સાથે મોજ કર..
અહંકાર ને ત્યજી દે...
લાગણીને અપનાવી લે...
નફરત ને ત્યજી દે..
પ્રેમને પામી લે...
નહી મળે બીજી વાર જીવવા... એક વાર તો જીવી લે...
બધુ જ છે તારી પાસે....
પણ તું જ નથી તારી પાસે...
ઉડી જશે એક દી તારુ પણ પ્રાણ પંખેરુ....
પ્રેમી પંખીડાં બની એકવાર તો ઉડી જો..
કાઢવા માટે તો સૌ જીવે છે તને..
એક વાર જીવવા માટે તો સમય કાઢી લે...
કોઇ નથી તારું અહિયા...
બધું પડ્યું રહેશે તારું અહિયા..
એટલે જ તો "નવીન" તા લાવી જો...
ચાલ જિંદગી તને જીવતા શીખવું...
એકલતા મૂકી તને ભળતા શીખવું..