પહેલાંની સ્ત્રીઓ સાજ શણગાર કરતી,
અખંડ સૌભાગ્યવતીનો અર્થ પૂર્ણ કરતી.
હાથમાં એના બંગડીઓ ખન ખન ખનકતી,
પગમાં પહેરતી ઝાંઝરી છમ છમ છમકતી.
બંગડીને પાયલનો રવ પીયુને એ સંભળાતો,
હરખાતું હૈયું, ને ઉન્માદ મનમાં જગાડતી.
પડતો જો બાને કાન, લાગે વહુ કરતી કામ,
સસરા ખોખારો ખાય, ને મર્યાદા જાળવતી.
આખો દિવસ ઘરના સૌ પુરા કરતી એ કામ,
સેવા મોટાની કરતી, ને નાનાનું ધ્યાન રાખતી.
સેંથામાં સિંદૂર પુરે, ને કપાળમાં લાલ ચાંલ્લો,
હળીમળીને રહેતી, ને માન સન્માન જાળવતી.
પ્રેમ?જય લીમ્બચીયા
પોર, વડોદરા ૧૬.૧૧.૧૯