ઓનલાઈન ખરીદી ( સોનેટ )
કેટલાં ભરચક બજારો રહેતાં શનિ સોમ તો જાણે ના હોય મેળો,
બની ગયું ફક્ત એક સંભારણું કે બેસતો વેપારી ગ્રાહક ભેળો .
મોબાઈલ તો સૌને ગમતાં પણ એન્ડ્રોઈડ સિસ્ટમ નડી,
ડિજિટલ ઇન્ડિયાના નામે કેટલાંયના ધંધા ભાગ્યા પડી.
બે-પાંચ ટકાના ફાયદા સામે ચા-સરબતના ઘૂંટડા ગુમાવ્યા,
વર્ષો લગી ઉધાર આપે એવાં સ્વજનથી અધિક શેઠ ગુમાવ્યા.
આવે ખાલી ખોખા કે પથ્થર કરી ન શકીએ કોઈ ફરિયાદ,
સહેજ લાગે કોઈ ક્ષતિ વટથી કરતાં સૌ કોઈ ફરિયાદ.
અંગ્રેજોએ તો બઉ લૂંટયા લૂંટી રહ્યા છે હવે અમેરિકનો,
વિધિની વક્રતા તો જુઓ આઝાદ છતાંય શ્વાસ ગુલામીનો.
હે ભારતવાસી લગીર લાયમાં વેચશો નઈ સ્વાભિમાનને,
નહિ આવે એ સંકટ સમયે તોડશો નહિ વર્ષો જુના સંબંધને.
આપી દો હવે જાકારો એમેઝોન, વોલમાર્ટ, ફ્લિપકાર્ટ એપને,
ઊગતાં સૂરજની કિરણોની જેમ ધબકતું કરી દો એ બજારને.
રચયિતા :- પ્રકાશકુમાર સી. ચૌધરી