Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દિવાળી - ૧

ત્રીસથી ચાલીસ વરસની વચ્ચે જીવી રહેલા આપણા બધામાં એક કોમન ફેક્ટર છે, ખબર છે શું?
જૂની વાતો યાદ કરી, ભવિષ્ય વિષે વિચાર કરી વર્તમાનમાં ખુશી મળે એમ જીવવાની આપણી કોશિષ!

ના સમજાયું? ?

આપણે લોકોએ નેવુનો દાયકો જોયો છે, બે હજાર અને એની આગળની સાલમાં હવે આપણે જીવી રહ્યા છીએ અને આટલા સમયમાં દુનિયામાં, સંબંધોમાં જે અધધ પરિવર્તન આવતું ગયું આપણે એના સાક્ષી છીએ...એમાં તાલમેલ સાધી રહ્યા છીએ!

યાદ કરો તમે દસેક વરસનાં હતા ત્યારે ઘરમાં દિવાળી કેવી રીતે ઉજવાતી? દાદા દાદી, કાકા કાકી, ફોઈ ફુઆ, મામા માસી અને એ બધાના ટાબરિયાઓ સાથે ધમાલ કર્યા વગર એકેય દિવાળી જતી? ઘરની સાફ સફાઈથી લઈને વિવિધ નાસ્તા બનાવવા સુધી ક્યાંય એવું દેખાતું કે ઘરની કોઈ એક જ સ્ત્રી સવારથી રાત સુધી મથ્યા કરતી હોય અને પછી અડધી વસ્તુ બજારમાંથી ઓર્ડર કરી મંગાવી લેતી હોય! આસપડોસની ભાભીઓ અને કાકીઓ ભેગી થતી, વારાફરતી એકબીજાના ઘરે જઈને કામ કરાવતી અને બધું પતી જતું. એમાં ઘરનો પુરુષ વર્ગ અને બાળકો પણ જોડાઈ જતા. ફટાકડા ફોડવાના હોય કે નવા કપડાં ખરીદવાના હોય... ઘરના દરેક બાળકને ભાગે સરખો હિસ્સો આવતો, ઘરના વડીલ જ એ ભાગલા કરી આપતા અને ઘરે આવેલ પિતરાઈ ભાઈ બહેનને પણ એમાંથી સમાન હિસ્સો મળતો, કોઈ વાતે જુદાપણું લાગતું જ નહિ! સવારે વહેલા ઊઠીને ઘરના એક જ બાથરૂમમાં સ્ત્રીઓ નહાઈને તૈયાર થતી, પુરુષ વર્ગ મોટા ભાગે બહાર વાડામાં કે ચોકડીમાં જ સ્નાન પતાવી લેતો જેથી બીજાને અગવડ ન પડે... પછી ભગવાનના દર્શન થાય, સૌથી પહેલાં ઘરના કુળદેવીને યાદ કરાય...એમની પૂજા, પ્રસાદ પતાવ્યા બાદ જ ગામના મંદિરે જતા અને ત્યાંથી પાછા વળતી વખતે તમે કેટલા વાગે ઘરે પહોંચતા? રસ્તામાં આવતા દરેક ઘરે જઈને પગે લાગીને કહેવાતું, “સાલ મુબારક" હજી યાદ આવે છે ને? જે પાંચ/દસ રૃપિયા ત્યાંથી મળતા એને ગણીને, બીજા ભાઈ બહેનને કેટલા મળ્યા એ જોવાની કેટલી મજા આવતી... દિવાળીના એ ચારેક દિવસ અને પછી આખું વેકેશન કોઈને કોઈ પિતરાઈ સાથે પસાર થતું, મજા મજા પડી જતી, આપણે રાહ જોતા ફરી દિવાળી આવે એની..!
ભાગ ૨ બીજી પોસ્ટમાં...


#નિયતી
#niyatiKapadia

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111275836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now