સ્ત્રી ની મનો વ્યથા
એકાકાર...
એકાકાર નો અર્થ શુ કરવો એક આકાર નું બીજા આકાર મા એક થવું સ્ત્રી ના મન મા ચાલી રહેલી આ મથામણ કેમે કરી પૂર્ણતા પામતી નહોતી..
પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરવા જીંદગી ભર રાહ જોવા છતા તે પ્રત્યક્ષ તે ક્યારેય પ્રાપ્ત ન થયો તે ન જ થયો..।જેને માટે ઘણા પરિત્રાણ સહ્યા સંસાર ભોગવ્યો.એક દિવસ તેણે એકાકાર ની પરિભાષા સમજાય ગઈ .એ સવાર એની ખુશી નો પાર ન રહ્યો . મન ગમતા વ્યક્તિ નો એવો પરોક્ષ ભાષ જે સ્વપ્ન બની પ્રવેશી ગયો.ક્યાય તસુભર ની જગ્યા ન છોડી ભિન્ન વ્યક્તિ વરસો ની પ્રેમની તૃષા ને છીપાવતા દૂર દૂર હોવા છતા એકાકાર થઈ ગયા.એક સાથે અનુભવી ઉઠ્યા..પ્રત્યક્ષતા નો આ અનુભવ..હવા મા મહેકી રહ્યો ને આનંદ સ્ત્રએ દૂર થી શબ્દો મા અનુભવ્યો ને તે ક્ષણે આરતી ના ઘંટારવ કર્ણપ્રિય બની ગયો..શુ મીરા પણ આમજ કૃષ્ણ મા એકાકાર થઈ શક્યા હશે ...શુ રાધા પણ કૃષ્ણ નો આ પ્રેમ પામી શક્યા હશે...શુ પ્રેમ ની પરિભાષા જ "એકાકાર"માં સમાયેલી હશે..એ રાતે સ્ત્રીએ પત્રો...ને..વાંચવા નું નક્કી કર્યુ..પત્રો-
વાંચતા તેણીની આંખો નરમ થઈ ...છોત્તેર ની સાલ માં આ લખાયેલા આ પત્રો નું પુનરાવર્તન થયું વોટ્સપ ના ચેટ પર અને મને લીધો નિર્ણય ના બિચારા બની હવે નહિ જીવાય...એજ શબ્દો ને એ જ એકરાર ને છતાં ડરપોક એ પુરૂષ.. દુનિયા સાથે આગળ વધી ને નડરતી એ સ્ત્રી ફરી શબ્દો ની માયાજાળ માં ....ના ના ક્યાંક તો never been there ...!!!!શા માટે ??બધુ જ શરતો પર ને ફરી મહાન "ત્યાગ" ના..."હુ" મારૂ અસ્તિત્વ..નહિ જછોડું કરી નરમ આંખો ની એ મક્કમતા એ દર્પણ મા પડતું પ્રતિબિંબ ને એ પત્રો ની ગડી માવજત થી કરી તેણીએ કલમ ને ફરી તેના અસ્તિત્વ ની કેડી પર રમતી મૂકી દીધી ને પ્રસન્ન ચિત્તે સવાર ના નવા સૂર્યોદય ની રાહ જોતા પલક ઢાળી દીધી....
...! ક્યારેય રાત ને દિવસ મળી શકે ખરા???છતાં ભાગતા દિવસ ને પકડવા ઢળતી સાંજ કેટલી કોશિશ કરે છે..?પણ દિવસ પાસે કેટલા બહાના છે..!!!રાત કેવી સમજુ છે ઢળવા માંડે છે છતાં ઉગતા દિવસ નું સ્વાગત કમળને ખિલવી ને ભમરાના ગુંજન થી કરે છે,પક્ષી ના કલરવથી કરે છે,નદી ને સમુદ્ર પર પડતા રવિ ના કુમળા કેશરી કિરણો થી કરે છે...તેની શાંત નીરવતા ને ખંખેરી ને કરે છે...ચાંદ ની આભા ને શિતળતા ને ત્યજી ને કરે છે...એને દુ:ખ નહિ થતું હોય....છતાં "ક્ષિતિજ" રચી ને કેવી ચુપચાપ દિવસ ની ચાહ છોડી દે છે...છતાં રાત "કાળી"જ કહેવાય છે....રાત ને દિવસ ક્યારેય ભેગા નહિ થઈ શકે.કેવી સ્ત્રીની મનો વ્યથા.સમર્પણ છતાં પણ તેજ અધૂરાપણની જ ભાવના.ક્યારેય પૂર્ણ ન થાય કારણ પૂરૂષ એજ રામ ને સ્ત્રીએ જ પરીક્ષાઓ આપતી સીતા..! ક્યા સુધી આ ભાવના ની યાતના સ્ત્રી જ સહે..!
જયશ્રી પટેલ