#Gandhigiri
ગાંધીજી, આમ નામ બોલતાં જ સત્યતા પ્રસરી જાય એક આદરભાવ,સન્માન પ્રગટ થઇ જાય.બુદ્ધ ઈશુ ની પરંપરાના એ યુગપુરુષ, હાજરો વર્ષે મળે અને ન પણ મળે તેવું અમરપુરૂષ.અહિંસા,સત્ય અને પ્રેમ આ ત્રણેય આ યુગપુરુષ ના અર્થે જ છે. છેક નાનપણથી સત્ય અને અહિંસા ના પાયા પર જીવનનું ઘડતર કરી ૭૮ વર્ષ ના જીવનકાળમાં તેમની અેક એક પળ તેમને આ દેશની જળ ને બદલવામાં ખર્ચી નાખી એમની અપાર કરુણા,અખૂટ પ્રેમ, સતત ક્રિયાશીલ, છલકતો જોશ આ બુદ્ધિએ દેશની દરિદ્ર, લાચાર , મજબૂર, મૂઢ અને પરવશ પ્રજાની ચેતનાને ખંખોરીને જગાડી તેમનામાં રહેલી તાકાતનું ભાન કરાવ્યું, એકતાનો અર્થ સમજાવ્યો,પ્રજાને વારસાનું સંસ્કૃતિનું અતમજજ્ઞાં કરાવ્યું.બ્રિટિશ સરકાર ને અહિંસાના દમે જ આ દેશને સ્વતંત્રતા ,સ્વરાજના કાંઠે લાવ્યા. " કહે છે ને હિમાલયનો પરિચય ન હોય એના તો દર્શન જ હોય".