Gujarati Quote in Gandhigiri by Himanshu Patel

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગાંધીગીરી

સત્ય,પ્રેમ અને કરુણા ના અર્ક ને ભેળવી ને તૈયાર થતી વાનગી એટલે "ગાંધીગીરી".પહેલા કોળિયે કદાચ આ વાનગી કડવી લાગે પરંતુ,જેમ જેમ આદત થતી જાય તેમ
આ વાનગી તમારા "સામાજિક" અને "માનસિક" સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારક બને.મહાત્મા ગાંધી ના વ્યક્તિત્વ ની કોઈ સરખામણી ના થઇ શકે પણ "ગાંધીગીરી" એક એવો રસ્તો છે કે જેના દ્વારા એ મહાન વિભૂતિ નો સાક્ષાત્કાર થઇ શકે છે.ગાંધી ચીંધ્યા માર્ગે ચાલવું એ કોઈ આસાન કામ નથી.દ્રઢ ઇચ્છાશક્તિ અને ભરપૂર આત્મવિશ્વાસ,અને અદમ્ય સહનશીલતા વગર ગાંધીગીરી શક્ય નથી."ગાંધીગીરી" દ્વારા જીવન માં અકલ્પનિય પરિણામો મેળવી શકાય છે.જીવન માં એક વખત પ્રયોગાત્મક ધોરણે સહુ કોઈ એ "ગાંધીગીરી" અજમાવવી જોઈએ.

Gujarati Gandhigiri by Himanshu Patel : 111261678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now