પતિ રમેશની સાથે રમીલા મહેલોની રાણી હતી પાંચ રૂમ વાળો મોટો બંગલો હતો નોકર ચાકર પણ ઘણા હતા પાણી માંગે તો તુરત હાથ માં પાણીનો ગ્લાસ આવી જતો એનું દરેક કામ રિમોટ નું બટન દબાવે તુરત થઈ જતું એટલી જાહો જલાલી હતી તેનો પતિ રમેશ બહુ મોટો ઓફિસર હતો રમેશ ના પ્યાર ની હૂંફ સાથે સમય દિવસો કઈ રીતે જતા રહ્યા તે રમીલા ને ખબરજ નો પડી એક છોકરો થયો મોટો થયો ભણાવી ગણાવીને તેને પણ મોટો ઓફિસર બનાવ્યો તેના લગન પણ સારી છોકરી જોઈને ઘુમ ધામ થી કર્યા..!
વહુ આવવાથી ઘર ની જવાબદારી બધી વહુ ને આપી દીધી સમય ને કઈ બીજૂજ મંજુર હતું રમેશભાઈ નું અવસાન થઈ ગયું બધી ક્રીયા ક્રમ પતાવી હજી નવરા થયા હતા ત્યાં વહુ એ રંગ બતાવવાનું ચાલુ કર્યું એક સમય એવો આવ્યો કે વહુએ તેની સાસુ રમીલા ને એક નાની ઓરડીમાં રાખી દીઘા બને ટાઇમ જેવું તેવું જમવાનું નોકર રૂમ માં આવીને આપી જતા જ્યારે સમય બદલાય ત્યારે આપનોજ પડસાયો પણ દગો દે છે ..!
ખાવાની બહુજ શોખીન રમીલા આજે એક એક રોટલી માટે તરસતી હતી ક્યારેક ક્યારેક એને યાદ આવતું કે એના નસીબ એના પતિ ની સાથેજ હતા એ ગયા તો બઘું ગયું એ હતા તો મહારાણી ની જેમ રહેતી હતી આજે ભૂખ ને લીધે શરીર પણ સાવ લેવાઈ ગયું હતું એક રાત્રે તેને સપનું આવ્યું તેનો પતિ તેને લેવા આવ્યો હતો કહેતો હતો કે ચાલ રમીલા અહીં હવે તારું કોઈ નથી આપણે સાથેજ રહીશું રમીલા એ પતિ પાસે જવા માટે ઊંઘમાં જ દોટ મુકી એના પતિ ની તરફ..!.
સવારે વહુ એ જોયું તો ઘરના ઉંબરા પાસે એની સાસુ નો નિર્જીવ દેહ પડ્યો હતો સાસુ નો આત્મા એના પતિ પાસે પહોંચી ગયો હતો..!
જે સાસુ ને પકવાન ખાવાના શોખીન હતા અલગ અલગ પ્રકાર ના પકવાન ખાવા ના શોખીન હતા તેના ઘરે આજે જાત જાત ના પકવાનની ખુશ્બુ આવતી હતી કેમકે સાસુ ને બહુ પસન્દ હતું આજ વહુ અને દીકરો રમીલા નું શ્રાદ્ધ કરી રહ્યા હતા આજુ બાજુ ના બઘી બહેનપણી ને વહુ કહી રહ્યા હતા કે મારા સાસુ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કોઈની સેવા નો લીધી તેઓ શાનથી જિંદગી જીવ્યા ...!
જય સિયારામ..!