વરસાદ
સડક પર પડતા છાંટે ચમકે કેવો વરસાદ
હર છાંટે તારી રુડી યાદ અપાવે વરસાદ
ભીંજાવું ન હોવા છતાં ભીંજવે મને વરસાદ
અનુભૂતિ તારી પરોક્ષ કરાવે વાછટે વરસાદ
ઘોર અંધારુ આકાશે ફેલાવે વાદળે વરસાદ
પ્રતિબિંબ તારું બતાવે વિજલીએ વરસાદ
રાહ જોવા માં વધારે આતુરતા હવે વરસાદ
ભલે ન આવી તું પણ આવ્યો જરૂર વરસાદ
દેવાંગ ગીરી
વિસાવદર