હો નવ વર્ષ મંગલમય
....................................................
રહે ઉર ઉરમાં હર્ષોલ્લાસ, હો નવ વર્ષ મંગલમય
બને મધુર બારે માસ, હો નવ વર્ષ મંગલમય
સહુના મનમાં ખીલે કરુણાની કળી,
હૃદયે વહે સુખની અનુભૂતિ વળી
કોઈના મનમાં જલાવો આશા કેરો દીપ
સજાવો ઉજ્જડ બાગ ઉદાસનો કરી તેને પ્રીત
પરાયાંને જો પોતાપણા નો આભાસ થાય
તો નક્કી નવું વર્ષ મંગલમય ગણાય
નવો કોઈ સંદેશ લખો વિષય હોય ભલે નૂતન
હજારો આભાર માનશું જો એ સ્પર્શે સહુને મન
દૂર રહી છળ કપટથી આખું વર્ષ રહીએ નીતિમય
કરો અભ્યાસ એનો બને નવ વર્ષ મંગલમય
કે આંખોના આંસુઓનો થાય નહીં સંતાપ
ભલાઈ ભલે ના થાય, થશે ના કોઈ પાપ
રહે માનવતાનો આભાસ તમ સાથે પ્રતિપળ
સ્વાસ્થ્ય સમૃદ્ધિ ભર્યું થાઓ નવ વર્ષ મંગલમય .
1.1.2026