*ઘનઘોર*
તપે તડકા ભાદરવામાં ભર બપોરે ને વાદળ ઘેરાય ઘનઘોર.
વીજળી કરે ચમકારા ને ગગન ગાજે ભાદરવાનો ચારોકોર.
પિયુ મિલન ને હૈયુ તરસે જ્યારે વરસે કાળા વાદળો ઘનઘોર.
લીલુડી ધરતી કહે વરસી જા ને આ વર્ષે, તું મારા ચિતચોર.
તડકા ભડાકા ભલે ને કરે, નર કહે ન કરજે તારાજી નો દોર.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ