યાદો.....
ફરી પાછું શાળા એ જાવું છે મારે,
બાકી રાખેલી મસ્તી કરવી છે મારે,
છેલ્લી બેન્ચ પર,ચાલુ પિરિયડ માં,
ઉજાણી કરવી છે મારે,
ફરી પાછું શાળા એ જાવું છે મારે,
મિત્રો ને સખીઓ સંગાથે,
મેદાન માં રમવા જાવું છે મારે
સંતા કુકડી,સાતતાલી ,
હાથો માં લઇ હાથ બધાના,
લાંબી સાંકળ બનાવવી છે મારે,
ખુલ્લા મેદાન માં ,પ્રકૃતી ના ખોળે,
રમતા જે રમતો ફરી એ રમવી છે મારે,
જો મળે ફરી એ બાળપણ પાછું મને,
અનાયાસે પજવેલા શિક્ષકો ની
દિલ થી ક્ષમા માંગવી છે મારે.