Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અરે ઓ માનવ

સાચેજ, માનવનો ખુદગરજી માં કોઈ મેળ નથી

દુનિયામાં ખુદગર્જી થી વધારે ખતરનાક કોઈ ખેળ નથી

આં ખુદગરજી જ માનવનો સર્વ નાશ નોતરે છે ;

ઝાડો કાપી, એ પોતાની જ બરબાદી કંડોરી, કોત્રે છે.

ધરતી ઉપર, પ્રાણવાયુ આં રીતે કમ ના કર, ઓ મૂર્ખ માનવ;

બની બેઠો છે તું આં ધરતી માટે, એક જીવતો જાગતો દાનવ.

છોડ આં ખુદગરજી તારી, તાત્કાલિક ઝાડો વાવ.

લચલચતા બગીચા, વન, ઉપવનો વાવી, આં ધરાને બચાવ.

આંધળો થઈ, પંપાળ ના અહમ અને તારી ગરજ;

છે એક ઇન્સાન તરીકે, આં તારી મહત્વપૂર્ણ ફરજ.

મળશે આશીર્વાદ ધરતી માતાના; થશે વૃદ્ધિ તારી.

ઝાડ પાન રોપી, ફળ ફુલ વાવી, કરીલે સમૃદ્ધિ સ્વની.

Armin Dutia Motashaw

Gujarati Poem by Armin Dutia Motashaw : 111250149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now