મોરપીંછના રંગો ઓઢીને સખી
હુઃ માધવ થઇ જાઉ
બંસરીના સૂર સરનામે
જમનાને જઇ મળી આવુ
તુલસીનું પાન બનીને
માધવમય બની જાઉ
દેવકીનો ઝૂરાપો લઇને
માધવ મય થઇ જાઉ
રાધાના પાંપણની લજજા લઇ
માધવને નયનમાં લઇ આવું
હું માધવ થઇ જાઉ.
સહરાની તરસ સંગ લઇને ફરું છું
વરસે વાદક્ષળી એની ઝંખના કરુ છું
સપનાના છોડને જળે સીંચ્યા કરુ છું
કુંપળ ફૂટે નવી એવી ઝંખના કરુ છું
સ્મરણના કાફલાને જતો જોઇ
એકાદ પગલું રહે એવી ઝંખના કરુ છું
વરસોથી આંખ બેઠી છે બારસાખ ઉંબર
પ્રિયતમનો સાદ સાંભળવાની ઝંખના કરુ છું
સમય તો કદાપિ કયાં કોઇનો થયો છે?
રસીલી પળની મળી જાય સોગાદ એ ઝંખના કરુ છું
મા
તારા. કરમાં
અમરત છે
તું પીરસતી
ભોજનની થાળી
મમતા પાછી એમાં ભળતી
સ્વાદની શું કરૂ વાત?.
રોમ રોમ તૃપ્તિનો
થતો ઓડકાર મા!