ઇશ્વર પ્રત્યે દરેકને આસ્થા હોય છે. રસ્તે ટ્રાફિક સર્કલ કે ફૂટપાથ પર રઝળતા હોય તેમ દેવસ્થાનો કે કબર કે કોઈ પણ ધાર્મિક વસ્તુને ન બેસાડીએ. આપણને જો ફૂટપાથ પર સૂવું ગમતું નથી તો દેવોને કેમ? આ તો એક છબી ને બે પથરા મુક્યા, બે ફુલ ચડાવ્યા એટલે દેવસ્થાન. એ બહાને જે સાંજે થોડી આવક થઈ. એમ જ કોઈ પથરો આડો મૂકી ધુપ ફેરવવા લાગો એટલે મઝાર! એ સરળતાથી ટ્રાફિક વહેતો અટકાવે છે અને ફૂટપાથ રોકી રાહદારીઓને મુશ્કેલી કરે છે.
ભગવાન તો યોગ્ય દેવસ્થાનમજ સારા. અને એ બહાને મોટીમસ જગ્યા પચાવી ન પડાય. મઝાર કે દરગાહમાંથી ઉઠી ફિરસ્તાઓ ક્રિકેટ નથી રમવા માંડવાના.