સંબંધ જો સમજાય તો સમજાય જીવન આખું
ને જો ના સમજાય તો ક્યાંક ને ક્યાંક રહી જાય બાખું
ઉઠી સવારે કરો એક સંકલ્પ પાકો કે
સઘળું ખોવાય મારું પણ સંબંધ તો હું સાચવી જ રાખું
ને સંબંધ વિના જીવી શું કરશો ને સંબંધ વિના શું મરશો
સંબંધ જ બની ને આવશે પ્રકાશ જયારે અજવાળું થશે ઝાખું