પૈસા
ભાઈ મારા, પૈસા ની છે ચારે તરફ બોલબાલા
પૈસા હોય તો લાગો તમે, જગને બહુ વાહલા
ઓદ્ધા ખુરસી ને નમે લોક, દૌડે તમારી આગળ પાછળ
પૈસાવાળાઓ ની લંગોટી લાગે એમને વહાલી, હોય જાણે એ માં નું આચળ.
શું થઈ ગયું છે આં જગને ? પૂછે છે તમને "અનાર"
પ્રેમ, સગાઈ, પોતાના વહાલાઓ ને ભૂલી, પૈસાની ગાથા ગાય છે, સંસાર
માન્યું કે આપણાથી પૈસા વગર ડગલું પણ ભરાય નહિ એક ;
પણ શું પૈસા પાછળ ગાંડાની જેમ નાશી, ખોવી દેવાય વિવેક ???
આપજે એટલું ધન મને, કે હાથ ધરવો ન પડે કોઈ આગળ, હે ભગવાન
છે તારા હાથમાં બધું; જાળવી રાખજે મારું માન સન્માન.
Armin Dutia Motashaw