Gujarati Quote in Microfiction by Amita Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ત્રણ વર્ષ ની દીકરી સંજના ને અડધી રાતે ત્રણ તાવ હતો. અઠવાડિયા થી તાવ ઉતરતો જ નહોતો. સંજના તાવ માં તંદ્રાવસ્થામાં કંઇક લવારી કરતી હતી. દીકરી ને ખોળા માં લઇ ને બેઠેલા પ્રથમ ના આંખ માં અશ્રુ છલકાયા.

નિસંતાન ભાઈ ભાભી એ પોતાને સગા બાળક નો પ્રેમ આપેલો અને સંજના તો એમના કાળજા નો કટકો. પણ લગ્ન પછી પત્ની ની જીદ, હઠ ને મમત સામે મમતા હારી અને અંતે ૧૦ દિવસ પહેલાં જ ઘર માં ભાગલા કરી ને બંને અે જુદા રહેવાનું ચાલુ કરેલું.

સંજના નો ત્રુટક અવાજ સંભળાયો.. કાકુ કાકુ...અને દીકરી ને ખભે નાખી ને અે સીધો બાજુ માં દોડ્યો. અડધી રાતે ભાભી અે બારણું ખોલ્યું. ભાઈ ને પણ તાવ આવતો હતો. સંજના ને એમના ખોળા માં મૂકતા પ્રથમ બોલ્યો.. સોરી ભાઈ..

અને કાકા ભત્રીજી નો તાવ ચપટી માં ઉતરી ગયો.
એક નાનું સોરી ..દિલ ની મોટી તિરાડ સાંધી ગયું.

Gujarati Microfiction by Amita Patel : 111240243
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now