વિશ્વાસ અને અવિશ્વાસના ઝૂલામાં ઝૂલતી આ દુનિયામાં એક માણસ જ એવો છે જેની વફાદારી અને વિશ્વસનીયતા પર ક્યારેય આંગળી ઉઠાવી ન શકાય અને તે છે આપણે પોતે જ. પોતાની જાત પર જેટલો ભરોસો કરવામાં આવશે એટલી જ શક્તિ વધશે અને બીજા લોકો પણ એટલા જ પ્રમાણમાં આપણા પર વિશ્વાસ રાખશે. આવા માણસને બીજા સન્માન આપે છે તથા પોતાના ગુણોના કારણે તે લોકપ્રિય પણ બને છે.
- મૌલિક રાજપૂત બોય