Gujarati Quote in Story by Parmar Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Trapped in Toilet..4 (3જા ભાગથી આગળ)

થોડી વારે ત્યાંથી ટ્રેન ઉપડી હવે તો સ્ટેશન આવવું નિશ્ચિત હતું. ગાડીના એ છૂકછૂક કરતા અવાજમાં આજે મને બંદૂકની ગોળીઓ જેવો અવાજ આવી રહ્યો હતો, એમ લાગતું હતું કે કોઈ દુશ્મનની ગોળીઓ મારા મગજ પર ઝીલાતી હોય, તેની એક એક "છૂક-છૂક" સાથે મારા દિલની ધડકન પણ તેજ થઈ રહી હતી, એમ કરતાં એક સ્ટેશન પર ગાડી ઉભી રહી, મેં બારીમાંથી બહાર જોઈ કોઈને ઈશારો કરવા મારી નજર આમતેમ ફેરવી, પણ એ નાનકડાં ગામના નાનકડાં સ્ટેશન પર એક ખારીસિંગ વાળા સિવાય કોઈ નહોતું દેખાતું, મેં એક હાથ થોડો બહાર કાઢી તેને બોલાવવાનો પ્રયત્ન કર્યો.
"ખારી...સિંગ...ચના...મસાલા..." જાણે કે કોઈ તેના સાથળે ચિંટ્યો ભરી બોલાવી રહ્યું હોય એવા ચવાઈ ગયેલ અવાજમાં બોલતાં બોલતાં તે આવ્યો મારી પાસે, ખારી સિંગનું પેકેટ ઊંચું કરી કહેવા લાગ્યો, "પાંચ નું એક ને દસ ના તૈન."
મેં અંદરથી જ અવાજ કર્યો,  "એલા સિંગ નથી જોતી, મને અહીંયાથી કાઢો.'
પણ એ તો સાલ્લો!! સિંગ નથી જોઈતી એટલું સાંભળી ને જ ત્યાંથી જતો રહેલો.!! મને એટલો તો ગુસ્સો આવ્યો તેનાપર કે જો હું બહાર હોત તો ખરેખર તેના સાથળે ચિંટ્યો ભર્યો હોત!!
હવે મારી ધીરજ નો અંત આવી ગયેલો, મેં દરવાજા અને બારી પર જોર જોરથી હાથ પછાડવાનું ચાલુ કરી દીધું.

આ પરિસ્થિતિ પરથી મને અચાનક યાદ આવ્યું!!
કર્મ નો સિદ્ધાંત!!
નાનો હતો ત્યારે એકવાર એક બિલાડી ના બચ્ચાંને મેં ડબ્બામાં પુરેલુ, બિચારાં એ કેટલા ધમપછાડા કર્યા હશે આજે મને એ અહેસાસ થયો.
આ મળ્યો એનો બદલો..!

થોડીવાર પછી બારેથી અવાજ આવ્યો,
"કેવા કેવા લોકો ટ્રેનમાં આવી જાયછે!!બાથરૂમ પણ શાંતીથી નથી કરતા.!!"


સમાપ્ત


© ભાવેશ પરમાર. "આર્યમ્"

Gujarati Story by Parmar Bhavesh : 111238829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now