ઓળખું છું તને, બીજાને ઓળખવાનું કામ નહીં
જાણું છું બસ તને, બીજાને જાણવા નું કામ નહીં
મીરા મસ્તાની બની હતી, માધવ તુજ મહિ
ઝેરના અમૃત કરનાર, બીજો કોઇ શ્યામ નહીં
જલાએ પીધો, નરસિંહે પીધો, પીધો સૌ કોઈ
તુજ ભકિત કેરો પીવાને, બીજો કોઇ જામ નહી
તારા રંગ અનેક, રૂપ અનેક છતાં એકનો એક
એક છે નામ છતાં, બીજું કોઈ એક નામ નહીં
જાણ્યા ઓળખ્યા પછી તું મારો થા યા નહીં
નક્કી તુજ વગર દિલને આરામ નહી