" મિત્ર " માઈક્રો ફિક્શન વાર્તા................................. અને વિશ્વાસ ના પિતા જી ની તબિયત અચાનક બગડી ગઈ. ફેમિલી ડોક્ટર ને બતાવવા તેમણે સારી હોસ્પિટલમાં બોડી ચેકઅપ કરાવવા કહ્યું.મહિના ના છેલ્લા દિવસ હતા. વિશ્વાસ પાસે ફક્ત ₹૫૦૦ હતા. સારી હોસ્પિટલમાં ચેકઅપ ના ₹૧૫૦૦ થાય એમ હતા. વિશ્વાસ નું બેંક બેલેન્સ છેલ્લા છ માસ થી મીનીમમ હતું.અને નાણાકીય કટોકટી માં હતો. વિશ્વાસ ની દિકરી બાર સાયન્સ માં હતી.તેના ટ્યુશન ની ફી ભરવાની બાકી હતી અને તે માટે ઓફિસ માં થી લોન માટે અરજી આપી હતી. વિશ્વાસે તેની પત્ની આસ્થા ને આ માટે વાત કરી.આ સાંભળીને આસ્થા એ તેના સોના ના કંગન વિશ્વાસ ને આપ્યા.. કંગન ગીરવે મૂકી ને પિતા ની સારી હોસ્પિટલમાં સારવાર કરાવવા કહ્યું.અને બંને પતિ-પત્ની સહમત થયા..... અને એજ વખતે વિશ્વાસ ના પડોશી મિત્ર ને ખબર પડી કે, વિશ્વાસ ના પિતા ની તબિયત ખરાબ થઈ છે. વિશ્વાસ નો મિત્ર તેની પત્ની સાથે ખબર અંતર કાઢવા આવ્યા.. અને જતાં જતાં ₹૧૫૦૦ વિશ્વાસ ના હાથ માં મુકીને ગયા.. અને મદદ ની જરૂર પડે તો કહેવા જણાવ્યું...............એક સત્ય ઘટના પર આધારિત... આશરે ૨૩ વર્ષ પહેલાં ની વાત છે...આજ પણ આ બે મિત્રો ની મિત્રતા હાલ માં છે.. ....જય મહાદેવ ???