*મેઘા ,ધન્ય તારી ધમાલ*
-------- ------ ------
*વાહ રે તારું શુભ આગમન*
*વાહ રે તારો બહુ વ્હાલ ,*
*વાહ સુરમય તારું રાગ ને ,*
*સૌથી શ્રેષ્ઠ તારી ત્રીતાલ ,*
*સદા વગાડજે સ્નેહ થી ,*
*તારી આવીજ તું કરતાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા, ધન્ય તારી ધમાલ ...!*
*ભચાઉ આવ્યો તું ભાવથી ,*
*ભુજ વષાવ્યો તેં ભાવ ,*
*નલીયા ને તેં ખુશ કરી ,*
*નખત્રાણાનેં કરી દીધો તેં ન્યાલ ,*
*ક્યાંક બન્યો તું ક્રિષ્ન તું ,*
*તો ક્યાંક તું બાલ ગોપાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા, ધન્ય તારી ધમાલ..!*
*મોથાળા જાણે મથુરા બન્યો ,*
*ભવાનીપર હૈયે આવી હામ ,*
*બિટ્ટા નંદન વન બન્યો ,*
*તેરા, ત્રિવેણી જેવો ધામ ,*
*કોઠારા બન્યું ક્રિષ્નમય ,*
*આ તારી લીલા ની કમાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા,ધન્ય તારી ધમાલ...!*
*લખપત આવી લ્હેર તારી ,*
*માજી મઢ માં બેઠી મલકાય ,*
*હાજીપીર રણ ને ઉપવન કરી ,*
*નારાયણસરોવર નેં તું છલકાય ,*
*દયા સાગર તું દાનવીર ,*
*તુજ વિણ કોણ હોય ખુશ હાલ ?*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા,ધન્ય તારી ધમાલ.!*
*ભચાઉ ને કર્યો ભરપૂર ને ,*
*અંજાર નેં માલંમ માલ,*
*મુન્દ્રા તન તરબોળ કરી ,*
*માંડવી મહેકી બન્યું લાલ ,*
*અદભુત તારી અકળ ગતી ,*
*તારા અજબ છે આ હાલચાલ ,*
*ભલે આવ્યો તું કચ્છ માં ,*
*મેઘા,ધન્ય તારી ધમાલ...!*