Gujarati Quote in Thought by Anand

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દિવસ મેં જિંદગી ને સવાલ કર્યો કે,
"તું કોણ છે?"
જિંદગી એ સરસ જવાબ આપ્યો કે,

"માણો તો હું મોજ છું,
પણ ઘટતી જાઉં રોજ છું..
ક્યારેક દુઃખ નો ધોધ છું તો,
ક્યારેક હું સુખની ખોજ છું..

ભરી લ્યો તો હું શ્વાસ છું,
રાખી લ્યો તો વિશ્વાસ છું..
ક્યારેક આસ પાસ છું તો,
ક્યારેક બહુ ખાસ છું હું..

લડી લ્યો તો જંગ છું હું,
પુરી લ્યો તો રંગ છું હું..
ક્યારેક ઘણી તંગ છું તો,
ક્યારેક તારી સંગ છું હું..

સમજો તો એક વિચાર છું,
માનો તો સાચો યાર છું હું..
સ્વપ્ન માનો તો સાકાર છું હું,
ઈશ્વરે આપેલો મોંઘો ઉપહાર છું.."

Gujarati Thought by Anand : 111234572
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now