સુખ એ કાંઇ જાડવે નથીં ઉગતૂ
સુખ પ્રાપ્ત કરવા માટે તો કાળજું
જોઈએ.
પોતાની આસપાસ સમયની
છાયામાં ઊગી નીકળેલી
નાની નાની ક્ષણને માણતા
આવડી જાય તો બેડો પાર.
સુખી હોવાનું માની લઇએ તો
તેં હાથ વેંતમાં છે,
અન્યથા જોજનો દૂર.
સંતોષની ક્ષણને જીવનમાં
ભરી લીધાં પછી સુખની
ચાહના અને દુઃખનો તલસાટ
બન્ને છૂ મંતર થઈ જાય છે.
અને પછી જ આપણી પાસે જે
છે તેને માણવાનો ઉત્સવ શરૂ
થાય છે.
બસ એ જ જીવન છે.
બસ એ જ સુખી થવાની ચાવી છે.
- હાર્દિક રાવલ