એક ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વિજેતા ટીમને ટ્રોફી પ્રદાન કરવાનાં કાર્યક્રમમાં પ્રવચન કરતા મંત્રીશ્રી બોલ્યા:
"વિજેતા ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, પણ મને એક વાતનું દુઃખ છે કે ટુર્નામેન્ટમાં આટલી બધી ટીમોએ ભાગ લીધો છતાં ફાઇનલમાં માત્ર બે જ ટીમો પ્રવેશી શકી. હું ઈચ્છું કે આવતા વર્ષે હજી વધારે ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લે અને વધુ ને વધુ ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાય!!!"