>>>
હક્ક અને ફરજો સિક્કા ની બે બાજુ હોય છે.
આપડે અત્યારે હજુ અડધી જ જંગ જીત્યા છીએ આર્ટીકલ ૩૭૦ હટાવી ને કેમકે હવે ત્યાં વિકાસ ની ગતિવિધિ આગળ વધશે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે પ્રોપર્ટી ખરીદી શકશે વગેરે વગેરે પણ વિકાસ ની સાથે સાથે આપડે પર્યાવરણ ને પણ નુકશાન નાં થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે આપડે ભૂલવું નાં જોઈએ કે ઉતરાંખંડ માં બનેલી કુદરતી આફત ખરેખર તો માનવ સર્જિત જ હતી . કાશ્મીર એ કુદરત નો ખોળો છે એની એક આગવી સુદરતા એટલે છે કે ત્યાં હાલ દરેક વસ્તુ ઓ કુદરતી છે જંગલ પહાડ નદી વગેરે વગેરે પરંતુ મનુષ્યો નું જેમ જેમ અતિક્રમણ વધતું જશે એમ વુક્ષો નું નીક્દન નીકળતું જશે ખીણો નાં છેડા સુધી નદીઓ માં પુરાણ કરીને પણ નદી કાઠે હોટલો રેસ્ટોરન્ટ નાં બની જાય એ આપડે ધ્યાન રાખવું પડશે તોજ કાશ્મીર ની સુદરતા ટકશે બાકી ટ્રાફિક પોલ્યુશન ઓધોગિક એકમો સ્થપાશે એમ કાશ્મીર ની સુદરતા પણ ડહોળાતી જશે પર્યાવરણ રક્ષણ નાં હાલના કાયદા પર્યાવરણ ની રક્ષા કરવામાં બહુ કારગર સાબિત થયા નથી એનું કારણ છે આપડો સ્વાર્થ એ તો પૈસા આપીને પર્યાવરણ ક્લીયરન્સ મેળવી લઈશું એ જ અભિગમ રહેશે તો કાશ્મીર માં પણ બરફ નાં પહાડો ની જગ્યાએ પીરાણા નાં પહાડો ખડકાઈ જશે , અત્યારે આપડે ટુરિસ્ટ તરીકે જઈએ છીએ તો પણ કેટલી ગંદકી ફેલાવી ને આવીએ છીએ ત્યાં રહેવા લાગીશું ત્યાં ધંધો કરવા લાગીશું ત્યારે આપડે સમગ્ર લોકો એ કાશ્મીર ના કુદરતી સોદર્ય ને નુકશાન નાં થાય એની ખાસ કાળજી લેવી પડશે . કારણકે આર્ટીકલ ૩૭૦ દુર થતા તમને ભારતીય નાગરિક તરીકે નાં જે હક્કો કાશ્મીર માં મળવાના છે તેની સાથે પર્યાવરણ ને નુકશાન નાં થાય એ જોવાની અને કાશ્મીર નાં કુદરતી સૌદર્ય નું રક્ષણ કરવાની પણ આપડી ફરજ છે એમ માનીને જ ચાલજો .
???????????
- વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી