મધુર મલકાટ...?
ભાગ :૧
આજે સવારથી મીરાં વિચારી રહી હતી કે એક સાંજ એવી આવે કે રાત્રી ઉદભવે જનહિ...પછી મલકી ઉઠી ,શું આ સંભવ છે?તો આવા વિચારો આવે છે કેમ?ત્યાં તો એકાંતનો દુશ્મન ફોન રણકી ઉઠ્યો..ને સામે છેડે હોસ્પિટલમાંથી
તત્કાલનું તેડું આવી ગયું. જલદી નીકળતા એણે શ્યામા
બેન ને બૂમ મારી કોફી બનાવવાનું કહી ને કપડાં બદલ્યા ને
ઉપર સફેદ ડગલો ચડાવ્યો ને પર્સ ને સ્ટેસ્થકોપ ગળે
વળગાડ્યો...બે મિનિટ અરીસા સામે જોતી રહી ગઈ...હજી
આડત્રીસ વરસે પણ તે સુંદર દેખાય છે..ફરી મલકી ઉઠી.
ગાડી પૂરઝડપે દોડી રહી છે,આજે સાંજના ફ્લાઈટમાં ડો.રીમેશ મળવા આવવાનો છે ને બે કલાક પછી નિકળી જવાનો છે. રોકવાનું કહ્યું તો હજુ પણ ના ના કરી
ગભરાય ગયો.જગતના ડોક્ટરો માં જેનું નામ ગણાય છે એવો પ્રખ્યાત ડો.રીમેશ હજુ પણ ગભરુ એવો ને એવો છે.
ફરી એ મલકી ઉઠી.અચાનક એની નજર ગાડી ના કાચની
બહાર પડી ઓહ આતો હુ ક્યા પહોંચી ગઈ એણે ગાડી પાછી વાળી અને હોસ્પિટલના પગથિયા ઝડપથી ચઢીને
પહોંચી ગઈ વોર્ડમાં ને એણે જોયું તો એક વૃધ્ધ કાયા આંખો મીંચી કણશી રહી હતી.તેઓ ને પગે વાગી ગયું હતું એક્સરે લેતા જણાયું કે તેમને ફ્રેક્ચર છે.તેઓને તો ટ્રેક્શન પર રાખવા પડશે.તેમનેે જોતા જ ડો.મીરાએ પ્રેમથી માથે હાથ
ફેરવ્યો ને ધીરે રહી સમજાવી ને બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી.
પોતાનું કામકાજ પતાવી મીરા બપોરે આવીશ કરી પોતાની
કેબિન મા જઈ બેઠી.
વિચારી રહી છે આ વૃધ્ધ ને ક્યા જોયા છે ,ઓળખતી
હોઉં તેવું લાગે છે પણ યાદ નથી આવતા.આજે આમ કેમ થાય છે..જાણે સ્મૃતિ ના પટ ખૂલતા નથી..ક્યાંક અટકી ગયા છે.બપોરે વિઝિટ પર ગઈ તો હાથ પકડી વૃધ્ધે કહ્યું કે” તારી આંખો જોઈ કવિતા રચવાનું મન થાય છે” ને પછી
હસી પડ્યા.સવારના કણસાટ ન હતો એક નાનો મલકાટ હતો.હવે મીરા એમને જોતી રહી માળીકાકા તમે..?તેઓ એ ડોકી ધૂણાવી હકારાત્મક ..ને એ બે હાથે વંદી રહી..ઓહ
આજેજ માળીકાકા નું મળવું ને આજેજ ડો.રીમેશનું આવવું
આ ક્યા સંજોગો..?
એરપોર્ટ પહોંચી કદાચ સમય કરતા વહેલી હતી..
કેમ વહેલી પહોંચી એ તો એ પણ ન જાણી સકી..?હૈયુ ખુશ
હતું એને મળવાનું હતું જેને મારી આંખો જોઈ કવિતા રચવી
હતી.ઓહ! માળી કાકાને પણ યાદ હતું આ વાક્ય જે એમણે ત્રણ વરસ સતત સાંભળ્યું હતું ને સાંભળતા જ એક
“મલકાટ” એમના ચહેરા પર આવી જતો.