બસ આજે આંસુ નીકળતા રહી ગયા,
કંઈ કેટલા યાદ આવ્યા અને કંઈ વિસ્મૃતિ માં રહી ગયા..
બચપણથી આજ સુધી ક્યાંકને ક્યાંક કંઈ કેટલા મળી ગયા,
જીવનભરની શીખ, સંભારણા છોડી ગયા..
"મિત્રતા" કેવી એનો જવાબ સારી રીતે સમજાવી ગયા,
મને "હું" બનાવવા યોગદાન પોતાનું આપી ગયા..
જીવનભર બધા સાથે મળીને જીવતાં શીખવાડી ગયા,
કોઈ સાથે રહીને, કોઈ દૂર જઈને, દૂર રહીને એકબીજાની લાગણી સાચવી ગયા...
આજે આંખ માથી આંસુ નીકળતા રહી ગયા....