જિંદગી પૂરી થવામાં આ છે સ્ટેશન એક છેલ્લું,
છે અધૂરા કામ જાણી દોટ ગડગડતી ય મેલું.
હોય મોઢામોઢ કીધી તોય નિકળે એક અફવા,
એટલે આગ્રહ રાખો વાંચવું કાગળ લખેલું.
આય મારું,હાય મારું,વેડફી નાખ્યું જીવનને;
ત્યારથી માળા જપે છે,જ્યારથી વશનું ગયેલું.
છેક જાતી જિંદગીએ પુણ્ય કરવા નીકળે એ,
સ્વર્ગની લાલચ હતી ને ઈશ ચરણનું પાછું ધેલું,
સ્વજનો ભેળા થયા છે,યમનું પણ આવ્યું છે તેડું;
જીવલો ચિંતન કરે છે,શે મરણને આઘું ઠેલું.!
-અશોક વાવડીયા
છંદ= રમલ બહર નો ૨૮ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
અરબી શબ્દો
ફાઈલાતુન,ફાઈલાતુન,ફાઈલાતુન,ફાઈલાતુન