આ સપના કેમ આવતાં હશે? કયા ઉદ્દેશ્યથી આવતા હશે?
ગઈ કાલ રાતથી લઈને છેક સવાર પડી ત્યાં સુધી મેં સપનું જોયું, જોયું જ શું કહો હું જીવી... એનો એક એક સીન હજી મારી આંખો આગળ તરવરે છે જાણે બધું સાચું હતું..!
કોઈ નાની સાત આઠ વરસની સુંદર પરી જેવી બાળકી મારાં સપનામાં આવેલી. અમે લોકો સપરિવાર હિલ સ્ટેશને ફરવા ગયેલાં ત્યાં હું મારાં બે બાળકો અને પતિ સાથે કુદરતી સૌન્દર્ય માણતી બેઠી હતી અને ત્યાં આ બાળકી દેખાઈ... એના માબાપ એને થોડીવાર રમવા મૂકીને કોઈ અગત્યના કામે ચાલી ગયેલાં. શું કામ હતું એ મને શું ખબર?
એ મારી પાસે આવીને હસી અને બેસી. પછી વાતો ચાલી. હું એ બાળકી સાથે રમી, મારાં બાળકો સાથે એની દોસ્તી કરાવી... એના ગુલાબી ગાલ ઉપર મેં હાથ ફેરવ્યો હતો એ સ્પર્શ હજી મારી આંગળીઓમાં છે! એની પાસે ટોપલો ભરીને સવાલો હતા અને મારી પાસે ગાડું ભરીને જવાબો.. વાતો ચાલતી ગઈ, અમે ફરતાં રહ્યાં એક પળ મને થયું કે જાણે આ મારી જ દીકરી છે અને ત્યાં કોઈ માણસ આવી ગયો એને લેવા માટે...
“એ અમારો ડ્રાયવર છે ડેડીએ મોકલ્યો હશે મને લેવા માટે, એમનું કામ પૂરું જાય એટલે આ ડ્રાઈવર આવીને મને લઈ જાય છે." એ પરીએ કહ્યું અને પેલો એને તેડીને ચાલતો થયો... એ પેલાના ખભા પરથી માથું ઊંચું કરીને મને જોઈ રહી હતી, હાથ હલાવી બાય કરી રહી હતી..
અને હું? કોઈ સંબંધ ના હોવા છતાં જાણે મારી પોતાની દીકરીથી વિખૂટી પડી ગઈ હોઉં એવી પીડા અનુભવી રહી...હજી હાલ પણ અનુભવું છું, આ સપનું કેમ આવ્યું હશે?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?