કબ્રસ્તાન...
ભાગ:૧
રોજ સાવલી શાળાએ જતી આ જ રસ્તે , ત્યા એક કબ્રસ્તાન પડતું . સાવલી નો છેલ્લા દસ વરસ થી આજ રસ્તો તેને માટે કાંઈજ નવું નહોતું .આજે ત્યાં એણે એક સાથે ઘણાં બધા માનવી ત્યાં જોયા,તેને થયું કોઈ મોટો માનવી મૃત્યુ પામ્યો લાગે છે..! મન વિચારે ચઢ્યું કોણ હશે ? શહેર મોટું હતું તેથી જાણ નહોતી ક્યાંથી આવ્યા છે પણ સ્ત્રીઓના કાળા કપડાં શ્રીમંતાઈની ચાડી ખાતા હતા.તેની માતા પણ અહીં જ દફનાવાઈ હતી એમ તેણે સાંભળ્યું હતું પણ ક્યારેય એના પિતા કે એ કબ્રસ્તાન માં આવ્યા નહોતા કે કદી ફૂલ કબર પર મૂક્યા નહોતા.
આજે તેને અંદર જવાનું મન થતું હતું કેમ તે સમજી સકતી નહોતી.ફાધર પણ સાવલીને
જોઈ હાથ ઉંચો કરી ગોડ બ્લેસ યુ કરી નીકળી ગયા તે કબ્રસ્તાનના ઝાંપે ઊભી રહી
ગઈ.તેના મનમાં આજે વાયુ વેગે વિચારો ફરી રહ્યા હતા ...મા ક્રિશ્ચયન હતી..પિતા હિન્દુ હતા. તો શુ તેઓ એ પ્રેમ લગ્ન કર્યા હતા?દાદી કેમ ઈશુને પૂજતી ને પિતા કેમ ભગવાન શિવને..?હવે તે મોટી થઈ ગઈ છે કેમ તેને કોઈ સત્ય કહેતું નથી..?ઘરે જઈ સત્ય જાણી
ને જ રહીશ કરી તે ઘર તરફ ચાલી નિકળી.
આંગણામાં દાદી ચશ્મા ચઢાવી પુસ્તક વાંચી રહી હતી. પિતા ફૂલોની દુકાન ચલાવતા
હતા ને હજુ આવ્યાન હતા. તેણે દાદીમાને ઘણા વરસો બાદ પ્રશ્નભરી આંખે પૂછ્યું મારી
મા કોણ હતી..?દાદીની આંખમાં ડરને અવાજ મા થડકો હતો..”બેટા તારા પિતાએ તું નાની હતી ત્યારે તને કહ્યુ હતું ને કે સમય આવશે ત્યારે તને કહેશે એ પહેલા તું પ્રશ્ન કરશે તો
તને હોસ્ટેલમાં મૂકી દેશે.
ઘરના ઝાંપે પિતાના આગમનની ચાડી ખાતી ઝબ્બાની લરકારી સંભળાઈ તે દોડી પિતાને ભેટી પડી પિતા પણ લાડકી દીકરીને
જોઈ ખુશ થઈ ગયા,પણ દીકરી ના ચહેરા પરની ઝાંખપ કંઈક બીજું જ કહી રહી હતી.
અનુભવી પ્રસાદ સમજી ગયા કે દીકરી આજે
કબરસ્તાનમાં ભીડ જોઈ છે,કારણ ફૂલો તો તેની દુકાનમાં થી જ ગયા છે.શહેરનો શ્રીમંત
ગોન્સ મરણ પામ્યો છે...આજે હવે સાંવલીને
કહી જ દેવું ..પણ દાદીની આંખનો ડર જોઈ
તે ચુપ થઈ ગયો.દામા તેની મા હતી તો તે તેનો
પાલક..દાદી ગોની ને ડર હતો કે મા વિશે જાણ્યા પછી તે માને માફ નહિ કરી સકે નો પ્રસાદને તે શુ કહેશે..?
બીજી સવારે સાંવલી શાળાએ ન જતા સીધી કબ્રસ્તાન પાસે જઈ ઉભી રહી.પિતાને
ખાત્રી હતી તેથી તે પણ પાછળ પહોંચ્યા.સાવલીને અંદર લઈ। જઈ તેની માની કબર પાસે ઉભી રાખી.પ્રાર્થના કરવાનું
કહી પોતે પણ મન શાંત કરી માફી માંગીને
કબર પર ફૂલ મૂકી સાંવલી ને પાછળ પડતી નદીને કિનારે લઈ જઈ બેસાડી ..વાત માંડી.