ખબર નથી, આંખનાં એ સપનાં ક્યાં ગયાં?
ખબર નથી, ગામનાં એ મેળા ક્યાં ગયાં?
દાદીની વાર્તામાં, રાજા-રાણી ક્યાં ગયાં?
જીવનરૂપી ગ્રંથનાં, એ પાનાં ક્યાં ગયાં?
મિત્રોની એઠીં ચાનાં, એ સ્વાદ ક્યાં ગયાં?
પ્રેમીઓનાં પત્રોમાંથી, અક્ષર ક્યાં ગયાં?
દોસ્તારોનાં વાક્યમાંથી, શબ્દો ક્યાં ગયાં?
'અજ્ઞાની'નાં જીવનમાં, એ લોકો ક્યાં ગયાં?