Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રીસાવવું...મનાવવું...

જો કોઈ મનાવે એવું હોય તો રીસાવવું ગમે,
જો કોઈ સાંભળે એવું હોય તો ખીજાવવું ગમે,
આ ક્ષિતિજ મારા પ્રેમનું નવું સરનામું બને જો,
તો મને આ તારા પ્રેમમાં પડી ભીંજાવવું ગમે.

અદ્ભૂત લાગણીઓ હોય નઈ આ રીસાવવું ને મનાવવું. ઘણી બધી વાર આ રમતમાં ખુબજ મજા આવે. રીસાવવાની અને મનાવવાની. પ્રેમ, લાગણીઓ, હુંફ, માવજત પ્રેમની અદ્ભૂત પરાકાષ્ઠા નું અલભ્ય નજરાણું એટલે આ પ્રેમમાં રીસાવવું અને મનાવવું.

પણ ઘણીબધી વાર આ વાત ખુબજ દુખ પણ આપી જાય છે. બહુ બધાં પ્રયત્નો પછી પણ આપણું ના માને ત્યારે એવું થાય કે શું મારો પ્રેમ હારી રહ્યો છે કે લાગણીઓ ઓછી પડી રહી છે..!? સામે પક્ષે એવું હોય કે આ હજુ એકવાર મનાવે તો માનું... હા હજુ એકવાર... આ વખતે એને અહેસાસ અપાવી દઉં કે આવી ભૂલ નહીં કરવાની. આવું નહીં કરવાનું. મારાથી દૂર જઈને કેવું લાગે એ બતાવી દઉં.

આ જ વાત ક્યારે IGO માં પરિવર્તિત થઈ લાગણીઓ સાથે ક્યારે રમત રમી જાય છે સમજાતું જ નથી. મનાવવા વાળો હારી થાકી અને પોતાને કોસતો એક નવી રાહ પકડી લે છે એટલે કે એકાંત ની રાહ. મનાવવા વાળુ એણે પૂરતો પ્રયત્ન ના કર્યો એવું માની દુખી રહે છે.

શું આ જ પ્રેમ અને લાગણીઓ હતી..!?

અરે આવું બધું નઈ કરવાનું. મનાવતા રહેવાનું અને માનતા રહેવાનું. આ બધું લિમિટ બહાર જઈ દુખ આપે એના કરતાં જાતે માની જવાનું. આપણા પ્રેમ સામે શું થોડા ઝૂકી ના શકાય.!? અરે સાચું શું હતું ને ખોટું શું એ તો સમય નક્કી કરે પણ એ સમય પહેલાં છૂટા થઈ જવું કોઈપણ રીતે યોગ્ય નથી. અને ખાસ હતાશા કે નિરાશા કોઈપણ સંબંધને કોરી ખાય છે.

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111223041
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now